આપણને આઝાદી મળ્યાને આ વર્ષે 76 વર્ષ પુર્ણ થયા.
15 મી ઓગસ્ટ ના રોજ ભારતદેશને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત 200 વર્ષ સુધી બ્રિટિશ શાસન હેઠળ હતું. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
બધા ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 15 મી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવે છે. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિએ “રાષ્ટ્રનું સરનામું” આપે છે.તેમજ ૧૫ મી ઓગસ્ટ ના રોજ ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, અને જનગનમન ગીત ગવાય છે. ભાષણ પછી ભારતીય સશસ્ત્ર દળ અને અર્ધ સૈન્ય દળોના વિભાગોના માર્ચ પાસ્ટ આવે છે . પરેડ અને તસ્વીરો સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાના દ્રશ્યો દર્શાવે છે તથા વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.
સ્વતંત્રતા દિવસ, ભારતમાં ત્રણ રાષ્ટ્રીય રજાઓમાંથી એક (અન્ય બે રજા ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ અને 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીનો જન્મદિવસ ), બધા ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મનાવવામાં આવે છે.
ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવામહાત્મા ગાંધીજી , સરદાર વલ્લભભાઈ પટેલ , જવાહરલાલ નેહરુ , લાલા લજપતરાય , સુભાષચંદ્ર બોઝ ,વીર ભગતસિંહ , ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ઢિંગરા , લોકમાન્ય તિલક , રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક વિરોએ દેશની આઝાદી માટે અંગ્રેજો વિરૂદ્ધ લડત ચલાવી. અનેક નામી અનામી વિરો શહીદ થયા. આઝાદીની લડતનાં દેશના દરેક વિસ્તારના અને દરેક કોમના લોકો એક થઈને અંગેજો વિરૂદ્ધ લડત ચલાવી હતી.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper