ડૉક્ટર હાઉસ,બોળ સાણંદ ખાતે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

0
33

તદ્દન મફતમાં નેત્રયજ્ઞ – નેત્રમણી કેમ્પ

શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ,રાજકોટ દ્વારા તેમજ સેવાયજ્ઞ ચેરિટેબલ ટ્રસ્ટ,પાણશીણા દ્વારા અને સ્વ. ભુરૂભા લાખુભા બારડ,સ્વ. દશરથસિંહ ભુરૂભા બારડ (સાણંદ)ના પુણ્ય સ્મરણાર્થે શ્રી દિલીપસિંહ ભુરૂભા બારડ પરિવાર ના સહયોગ અને સૌજન્યથી ડૉક્ટર હાઉસ,બોળ ખાતે તારીખ આજ રોજ નેત્રયજ્ઞ – નેત્રમણી કેમ્પ નું આયોજન રાખવામાં આવેલ હતું જેમાં બધા જ દર્દી ભગવાન સવારે નવ વાગ્યે કેમ્પના સ્થળે આવી ગયા હતા તેમજ જે દર્દીઓને મોતિયાનું નિદાન થાય તે માટે રણછોડદાસજી બાપુ હોસ્પિટલ,રાજકોટ ખાતે બસ દ્વારા લઇ જવાયા હતા ત્યાં અતિ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું,સારામાં સારા સોફટ ફોલ્ડેફલ લેન્સ (નેત્રમણી) સાથે વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવશે ત્યારબાદ ઓપરેશન બાદ દર્દીઓને બસ દ્વારા કેમ્પના સ્થળે રવિવારે સવારે પરત મૂકી જવાની વ્યવસ્થા પણ કરાઈ હતી ત્યારબાદ બધા જ દર્દીઓને મિઠાઈ ફરસાણ સાથે ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું હતું આ નેત્રયજ્ઞ કેમ્પમાં 147 દર્દી આવ્યા જેમાં 65 દર્દીને મોતિયા નીકળ્યા તેમાંથી 42 દર્દીઓને ફ્રી બસની સેવા દ્વારા હોસ્પિટલ ઓપરેશન માટે મોકલવામાં આવ્યા છે.

રીપોર્ટ: ચિરાગ પટેલ સાણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here