એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને જુગારની પ્રવૃતિ વાળી સંભવતી જગ્યાઓ ઉપર તથા પ્રોહીબિશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક રેઇડો કરવા અલગ અલગ ટીમો બનાવી તજવીજ હાથ ધરેલ.
એલ.સી.બી.ના માણસો ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન PC સંજયકુમાર તથા PCજસ્મીનકુમાર નાઓને સંયુકત ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,
ઇમામખાન ગુલાબખાન બલોચ રહે. પાટણ, ગુલસનનગર તા.જી.પાટણ તથા અનવરખાન અલ્લારખાન બલોચ રહે.મહેબપુરા તા.ખેરાલુ એમ બન્ને જણાઓ ભેગા મળી મહેકબપુરા, હા
ઇવે રોડ પાસે અનવરખાન અલ્લારખાન બલોચના ખેતરમાં આવેલ ઘરની બહારના ભાગે ખુલ્લી જગ્યામાં જાહેરમાં લાઇટના અજવાળે બહારથી માણસો બોલાવી પોતાના અંગત આર્થિક ફાયદાસારૂ ગંજીપાના પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે.
હાલમાં જુગાર રમાડવાની પ્રવૃતિ ચાલુમાં છે. જે હકિકત આધારે સદરી જગ્યાએ રેડ કરતાં જુગારના સાધન સાહિત્ય તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૪,૧૨,૯૫૦/- ના મુદ્દામાલ સાથે
કુલ- ૧૪ ઇસમોને પકડી પાડી ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરની ફરીયાદ દાખલ કરાવેલ છે.