35 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વાતાવરણ ધૂળીયું બન્યું સાબરકાંઠાના પોશીના અને કડીમાં માં કમોસમી વરસાદનું હળવું ઝાપટ્યું વરસ્યું

0
1031

અફઘાનિસ્તાનના પશ્ચિમ ભાગમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ તેમજ ટ્રફ લાઇનના કારણે બુધવારે ઉત્તર ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ બંધાયું હતું. 35 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વાતાવરણ ધૂળીયું બન્યું હતું. સાંજના સમયે સાબરકાંઠાના પોશીના અને કડીમાં માં કમોસમી વરસાદનું હળવું ઝાપટ્યું વરસ્યું હતું.ઉત્તર ગુજરાતમાં બુધવાર સવારથી જ આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય કરતાં વધુ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. સાંજ સુધીમાં ચોમાસા જેવું વાતાવરણ બંધાયું હતું. સાંજે 35 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભારે પવનના કારણે વાતાવરણ ધૂળીયુ બન્યું હતું. જ્યારે ભારે પવનથી રસ્તા અને ઇમારતો પર લગાવેલા હોડિંગ્સ ફાટીને જોખમી રીતે ઝુલતા જોવા મળ્યા હતા.

હાઇવે પરના બેરીકેટ પણ ઉડીને આડા પડ્યા હતા. પવનના કારણે રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાતાવરણની આ સ્થિતિને લઇ ખેડૂતો ખેતરોમાં પાકને બચવવા દોડતાં થયા હતા.પલટાયેલા વાતાવરણના કારણે ગરમી દોઢ ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 37.9 થી 39 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. પરંતુ તાપમાન ઘટવા છતાં હવામાં ભેજનું પ્રમાણ 35 થી 60 ટકાની વચ્ચે રહેવાથી અસહ્ય ઉકળાટનો કહેર અનુભવયો હતો. .આજે કમોસમી વરસાદનું જોર ઘટી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે સિસ્ટમ નબળી પડતાં ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું રહી શકે છે. પરંતુ કમોસમી વરસાદની શક્યતા ના બરાબર રહેશે. તેમ છતાં ગરમીમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે.

5 શહેરોનું તાપમાન

શહેરગરમી
મહેસાણા37.9 (-1.0)
પાટણ37.9 (-0.2)
ડીસા38.4 (-1.6)
ઇડર39.0 (-0.8)
મોડાસા38.5 (-0.9)

Source – divya bhaskar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here