WORLD : કોકેઈનના ૧૦૦૦ રૂપિયા માટે ૩ વર્ષની દીકરીને વેચી, દીકરીનો થયો રેપ અને પછી થઈ હત્યા!..

0
19

મા કહેવાય કે હેવાન.. ક્યારેય ક્યારેક કેટલાક લોકો સંબંધોને તાર તાર કરી મૂકતા હોય છે. બાળકો પોતાની જાતને માતાના ખોળામાં સુરક્ષિત માને છે. મમતાની મૂર્તિ તેના બાળકની સુરક્ષા માટે કંઈ પણ કરે છે પરંતુ એક માતા જેણે પોતાની ૩ વર્ષની પુત્રીને એટલા માટે વેચી દીધી કે તે એ રૂપિયાથી ૧૦૦૦ રૂપિયાની કોકેઈન ખરીદી શકે.

આ પછી નિર્દોષ સાથે જે બર્બરતા આચરવામાં આવી તે વાંચીને આંખોમાંથી આંસુ આવી જશે.

આ ઘટના ઈંગ્લેન્ડની છે. અહીં ત્રણ વર્ષની લુઝ મેડાને તેની માતાએ ડ્રગ ડીલર બોયફ્રેન્ડને ૧૦ પાઉન્ડ (૧,૦૨૦.૬૭ રૂપિયા)માં વેચી દીધી હતી. કોકેઈનની વ્યસની સ્ત્રીએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેના બાળકનું શું થશે. ત્રણ વર્ષની લુઝ મેડાને તેની માતાના ડ્રગ ડીલર બોયફ્રેન્ડને મધ્યરાત્રિએ ફ્ર૧૦ મૂલ્યના ક્રેક કોકેઈનના બદલામાં ભયાનક રીતે વેચવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ૪૨ વર્ષની મહિલા ઓરેલિયા સેલિનાસે પેરાગ્વેના પેડ્રો જુઆન કેબેલેરોમાં આ કરાર કર્યો હતો. પેડ્રો જુઆન કેબેલેરો છોકરીને લઈ જતા સીસીટીવીમાં કેદ થયો છે. સીસીટીવી ફૂટેજ બતાવે છે કે સેલિનાસનો બોયફ્રેન્ડ વહેલી સવારે નાની છોકરીને લઈ જતો હતો. બાળક તેનાથી અલગ થવાનો પ્રયત્ન કરે છે અને રડે છે. હેવાન તેના અવાજને શાંત કરવા માટે છોકરીને થપ્પડ મારે છે.

લુઝને ખબર નથી કે તેની માતા ક્રેક કોકેનના ૩૦ ટુકડાઓ માટે તેની સાથે ભયંકર રમત રમશે. લુઝ હવે આ દુનિયામાં નથી. બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પાડોશીઓએ એક ઘરમાં તેનો મૃતદેહ જાેયો હતો. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. કેસના પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે ત્રણ વર્ષના બાળકનું ગૂંગળામણના કારણે મોત થયું હતું.

પોલીસે આ કેસમાં આરોપી માતા અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. રોષે ભરાયેલા લોકોએ મહિલાને માર મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ પોલીસ સમક્ષ ૩ વર્ષના માસૂમની હત્યાની કબૂલાત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here