26 જાન્યુઆરીના પાવન પર્વે સાણંદમાં ધ્વજવંદન અને ભારતમાતા પૂજન કાર્યક્રમ
ભારતમાતા મંદિર સાણંદ દ્વારા આયોજિત ગામત ધ્વજવંદન તથા ભારતમાતા પૂજન નો 31માં વર્ષનો સાદગી સભર રાષ્ટ્ભક્તિ યુક્ત કાર્યક્રમ આ વર્ષે કોરોના મહામારીને કારણે સંખ્યાની બાબતમાં ટૂંકમાં પરંતુ રાષ્ટ્ભક્તિની બાબતમાં ભરપૂર જોશથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ભારતમાતા મંદિર સાણંદના વરિષ્ઠ કર્મનિષ્ઠ વડીલ શ્રી ચંદુભાઈ લક્ષ્મણભાઇ કો.પટેલ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ સાથે સાણંદ બસ સ્ટેન્ડ પાસે સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્ષ ઉપર ગાયત્રી પરિવાર સંયોજક શ્રી વિકાસભાઈ મિશ્રા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ઉપરાંત ગઢીયા ચાર રસ્તા કુમાર શાળા સ્કૂલ તથા સાણંદ પોલિસ સ્ટેશન ખાતે આવેલ વીર શહીદ ની ખાંભીઓને ફૂલ અને સિંધુરથી પોલીસ જવાનો દ્વારા પૂજન કરાયું અને સાણંદ ભારતમાતા મંદિર ખાતે પણ સામાજિક કાર્યકરો દ્વારા પૂજન આરતી કરાઈ હતી તેમજ તાલુકાના તાજપુર ખાતે આવેલ વીર શહીદ ના પાળિયાનું પૂજન કરાયું
ચિરાગ પટેલ સાણંદ