રાજસ્થાનના મંદિરમાં લોકોના પૈસા ચોરતા પાલનપુરના ચાર ખિસ્સાકાતરુ ઝડપાયા. જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.રાજસ્થાનના જોબનેરમાં આવેલા જવાલામાતાના મંદિરે દર્શન કરવા માટે આવેલા જયપુર જીલ્લાના ફુલેરાના સંજય હનુમાનસહાય શર્માના પેન્ટના પાછળનું ખીસ્સુ કાપી રૂ.17450, આધારકાર્ડ, ડ્રાયવીંગ લાયસન્સ ભરેલા પાકીટની ચોરી થઇ હતી. જ્યારે અલવર જીલ્લાના કોઠી નારાયણપુરના રામરતન કલ્યાણસહાય મીણાના પેન્ટનું ખીસ્સુ કાપી રૂ. 5000 ભરેલા પાકીટની ચોરી થઇ હતી.
આ અંગે તેમણે પાલના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પાલના પોલીસ અધિક્ષક દિનેશ શર્માએ ટીમ સાથે તપાસ હાથ ધરી હતી. જેમાં ચાર ખિસ્સાકાતરૂ પાલનપુર બાવરીડેરાના જયસલ સતીષભાઇ બાવરી, રાધાબેન સતીષભાઇ બાવરી, બહાદુર ઉર્ફે બાદલ રણજીત બાવરી અને ગંગાબેન બહાદુર બાવરીને ઝડપી મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. ચારેયની અટકાયત કરી રાજસ્થાન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Source – divya bhaskar
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper