વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય દ્વારા મહેંદી સ્પર્ધા યોજાઈ

શ્રી અખિલ આંજણા કેળવણીમંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય,ઉચ્ચ.પ્રાથમિક.વિભાગ વિસનગરમાં વિધાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ તથા વિદ્યાર્થીમાં રહેલી સર્જનાત્મક શક્તિને વિકસાવવા “મહેંદી સ્પર્ધા” અને “કેશગૂંથણ” યોજાઈ હતી. જેમાં કુલ ૪૨ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં મહેંદીસ્પર્ધા અને કેશગૂંથણમાં ત્રણ નંબર આપવામાં આવ્યા હતા. મહેંદીસ્પર્ધામાં નંબર આવનાર વિદ્યાર્થિનીઓ માં ઠાકોર દેવાંશી( પ્રથમ ),કુમાવત ક્રિષ્ના( દ્વિતીય ), ઠાકોર દિવ્યા અને ચૌધરી આર્યા ( તૃતીય ) નંબર આપવામાં આવ્યાં. કેશગૂંથણ માં પ્રજાપતિ તૃષા ( પ્રથમ ), રબારી તન્વી( દ્વિતીય ),મનસુરી મસીરા અને પઠાણ રિયાબાનુ(તૃતીય નંબર) પ્રાપ્ત કર્યો હતો. સ્પર્ધાનું આયોજન શાળા ના આચાર્યશ્રી એમ.એચ.પઠાણ સર ના માર્ગદર્શન નીચે સાંસ્કૃતિક પ્રવૃત્તિના કન્વીનરશ્રી પ્રજાપતિ છાયાબેન અને ચૌધરી પ્રિયંકાબેનએ સ્પર્ધાનું સુંદર આયોજન થવા બદલ તથા સ્પર્ધા માં ભાગ લેનાર અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર તમામ બહેનોને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ,વિસનગરના પ્રમુખશ્રી અને હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવેલ.

Related Post

NIRBHAY MARG NEWS BROADCAST PRIVATE LIMITED