જુનિયર ક્લાર્કના પેપર લીંકનો મામલો, ઉમેદવારોની આશા ફેરવાઈ નિરાશામાં

૨૯મીના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચે તે પહેલાં પેપર લીકનું પાપ પ્રકાશિત થતાં ઉમેદવારોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું હતું, જોકે ઉમેદવારોની વર્ષોની કરેલ મહેનત પર પાણી ફરી વળતાં ઉમેદવારોમાં સરકાર પ્રત્યે નારાજગી ભભૂકી ઉઠી હતી.

પરીક્ષાને લઈને ઉમેદવારો અનેરા ઉત્સાહ સાથે પરીક્ષા સેન્ટરો સુધી ગત રાત્રીના રોજ પરીક્ષા સ્થાન વિસ્તારોમાં પહોચી ગયા હતા પરંતુ પરીક્ષા કેન્દ્રો સુધી પરીક્ષા આપવા પહોચે તે પૂર્વે પેપર ફૂટી જતા ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

પેપર લીક થતા થરાદ એસટી બસ સ્ટેન્ડ પર પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવી મુસાફરીના પૈસા પરત આપવા માંગ કરી હતી, જોકે એસટી ડેપોએ સમગ્ર મામલે પોલીસ બંદોબસ્ત ગોઠવી પરીક્ષાર્થી ઉમેદવારોને શાંતિ જાળવવા અનુરોધ કર્યો હતો.

પેપર લીક ઘટનાને પગલે એસટી ડેપોમાં હોબાળો મચાવતા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઘટના સ્થળે દોડી આવતા ઉમેદવારોએ એમની વેદના ઠાલવી હતી, ત્યારે વારંવાર પેપર ફૂટવાના મામલા સામે આવતા ઉમેદવારોની અનેક આશાઓ નિરાશામાં ફેરવાતા ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો હતો.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

Related Post

NIRBHAY MARG NEWS BROADCAST PRIVATE LIMITED