ચૂંટણી પહેલા ઝંઝાવાતી પ્રચાર:આજે ભાજપ, કોંગ્રેસ અને AAPનાં દિગ્ગજોના ગુજરાતમાં ધામા, PM મોદીની સુરેન્દ્રનગર અને રાહુલ ગાંધીની મહુવામાં સભા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે

. ત્યારે બીજી બાજુ આજે ભાજપ, કોંગ્રેસ અને AAPનાં દિગ્ગજોના ગુજરાતમાં ધામા નાંખ્યાં છે. આજે રાજ્યમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા,આપનાં રાજસભા સાંસદ સંજયસિંહ, AIMIM નાં અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે જનસભા સંબોધશે.

પીએમ મોદી સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓ સવારે 11 વાગે રાજભવનથી સુરેન્દ્રનગર જવા રવાના થશે. બપોરે 12.00 વાગે સુરેન્દ્રનગર જાહેર સભા સંબોધશે. 1.00 વાગે સુરેન્દ્રનગરથી જંબુસર જવા રવાના થશે. 2.00 વાગે જાંબુસરમાં જાહેરસભાને સંબોધશે. 3.00 વાગે નવસારી જવા રવાના. 4.00 વાગે નવસારીમાં જાહેરસભાને સંબોધન કરશે. 5 વાગે નવસારીથી સુરત એરપોર્ટ જવા રવાના થશે જે બાદ સુરતથી દિલ્હી જશે.

Related Post

NIRBHAY MARG NEWS BROADCAST PRIVATE LIMITED