અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પર બરેલવી અને ખાદિમો એકબીજા સાથે બાખડ્યા

અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પર શનિવારે મોડી રાત્રે ઝપાઝપી અને હંગામો થતાં ભાગદોડ મચી ગઈ હતી. વાર્ષિક ઉર્સની છઠ્ઠી રાત્રિ દરમિયાન આ હંગામો થયો હતો. પોલીસનું કહેવું છે કે સૂત્રોચ્ચારના કારણે બરેલવી અને ખાદિમો એકબીજા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને તેમાંથી માથાકૂટ વધી. પોલીસે મહામહેનતે મામલો થાળે પાડ્યો હતો. શાંતિ ભંગના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

લડાઈ જોઈ ત્યાં હાજર હજારો શ્રદ્ધાળુઓમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી અને નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ એવી બની કે ભીડને કાબૂમાં લેવા માટે તહેનાત સ્વયંસેવકો પણ મસ્જિદની દીવાલ કૂદીને ભાગી ગયા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ખાદિમો મસ્જિદમાં ઘૂસતા દેખાઈ રહ્યા છે.

Related Post

NIRBHAY MARG NEWS BROADCAST PRIVATE LIMITED