૨૦૦૮ ના અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ કેસમાં આવ્યો ચુકાદો, ૩૮ ને ફાંસી,૧૧ ને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ.

0
75

૩૮ ને ફાંસી,૧૧ ને આજીવન કેદની સજા

૨૦૦૮ માં થયા હતા અમદાવાદમાં ૨૧ બોમ્બ બ્લાસ્ટ

૫૬ લોકોનો ગયો હતો જીવ, ૨૪૦ લોકો થયા હતા ઘાયલ

ગુજરાત પોલીસની સરાહનિય કામગીરીથી માત્ર ૧૯ દિવસમાં ૩૦ આરોપીને ઝડપી પડાયા હતા.

અમદાવાદમાં ૨૦૦૮માં થયેલા સીરીયલ બ્લાસ્ટમાં કોર્ટે પોતાનો ચુકાદો આપી આરોપીઓને સજાનું એલાન કરી દીધું હતું જે વિશ્વમાં પ્રથમ ચુકાદો માનવામાં આવી રહ્યો છે જેમાં એકસાથે ૩૮ આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે જ્યારે ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે.

૧૪ વર્ષ પહેલા અમદાવાદમાં જુદી જુદી જગ્યાઓ પર ૨૬ જુલાઈ ૨૦૦૮ને શનિવારે સાંજે ૬:૧૫ કલાકે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૫૬ લોકોનો જીવ ગયો હતો અને ૨૪૦ લોકો ઘાયલ થયા હતા. અમદાવાદના હાટકેશ્વર,નરોડા,સિવિલ હોસ્પિટલ ,એલજી હોસ્પિટલ,ઈસનપુર,ખાડીયા,નારોલ સર્કલ, જવાહર ચોક,ગોવિંદ વાડી,રાયપુર ચકલા,સારંગપુર,બાપુનગર,ઠક્કર બાપાનગર,સરખેજ જેવા વિસ્તારો સહિત ૨૦ જગ્યાઓ પર ૭૧ મિનિટમાં આતંકીઓ દ્વારા સ્લીપર સેલની મદદ થી ધમાકા કરવામાં આવ્યા હતા.

બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસે માત્ર ૧૯ દિવસમાં ૩૦ આરોપીઓને ઝડપી લીધા હતા. તપાસ કરતી ટીમમાં આશિષ ભાટીયા,અભય ચુડાસમા,ઉષા રાડા અને મયુર ચાવડા જેવા બાહોશ અધિકારીઓએ આરોપીને ઝડપી જેલના હવાલે કરી દીધા હતા. ૧૪ વર્ષ સુધી ચાલેલા કેસમાં સુપ્રિમ કોર્ટે ડે ટુ ડે સુનાવણીનો આદેશ આપતા કોરોનાકાળમાં પણ આ કેસની સુનાવણી ચાલી હતી અને અંતે ૧૪ વર્ષ બાદ કેસનો ચુકાદો આવી જવા પામ્યો હતો. કોર્ટે ચુકાદાની સાથે મૃતકોના પરિવારને ૧ લાખનું વળતર તેમજ ઈજાગ્રસ્ત લોકોને ૫૦ હજારનું વળતર ચુકવવાનો પણ આદેશ કર્યો હતો જ્યારે સામાન્ય રીતે ઈજાગ્રસ્તોને ૨૫ હજારનું વળતર ચુકવવા જણાવ્યું છે.

બોમ્બ બ્લાસ્ટમાં શહીદ થયેલાને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ

પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યા કેસમાં ૨૬ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી ત્યારબાદનો આ વિશ્વનો સૌથી મોટો ચુકાદો માનવામાં આવી રહ્યો છે જેમાં એક સાથે ૩૮ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે. ૨૦૦૮ ની ઘટના અમદાવાદ તેમજ ગુજરાતનાં લોકો આજદિન સુધી ભુલી શક્યા નથી જે લોકોના જીવ ગયા હતા અને ઘયલ થયા હતા એવા લોકોના પરિવારજનો એ ઘટનાને યાદ કરીને આજે પણ રડી પડે છે અન પોતાના સ્વજનને ગુમાવ્યાનું દુખ આજે પણ એમના મનમાં એક દુસ્વપ્નની જેમ ઘર કરી ગયું છે. કોર્ટે એતિહાસિક ચુકાદો આપતા દેશભરના લોકોએ આ ચુકાદાને આવકાર્યો છે અને પોતાને ન્યાય મળ્યાની અનુભૂતિ કરી રહ્યા છે.  

બ્યુરો રિપોર્ટ – રોનીત બારોટ,અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here