હ્યુમન્સ ઓફ બોમ્બેને ચલાવનાર કરિશ્મા મહેતાના એક ઈન્ટરવ્યુથી ભાગ્ય બદલી ગયું

કરિશ્મા મહેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ઈન્ટરવ્યુ અને

0
143

મુંબઇના એક સક્સેસફૂલ ઇન્ટરનેટ પ્લેટફોર્મ ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ ને ચલાવનાર કરિશ્મા મહેતાએ ત્રણ વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. ત્યારથી આ ઇન્ટરવ્યૂની સોશિયલ મીડિયા પર ચર્ચા થતી રહે છે. પીએમ મોદી અને કરિશ્મા બંને જ ગુજરાતી છે. કરિશ્માએ તે અનુભવને પહેલીવાર શેર કરતાં જણાવ્યું કે ઇન્ટરવ્યૂની શરૂઆત કઇ રીતે થઇ. જ્યારે તેમણે ઇન્ટરવ્યૂ લીધો તો સૌથી પહેલાં પીએમ મોદીએ ગુજરાતી ભાષામાં વાત કરી. પીએમ મોદીએ સૌથી પહેલાં ગુજરાતી અંદાજમાં કહ્યું કે ‘કેમ છો મહેતાજી’ તેમણે પોતાની પોસ્ટમાં એ પણ લખ્યું છે કે કેવી રીતે પ્રધાનમંત્રીએ તે ઇન્ટરવ્યૂને તેમને આખી દુનિયામાં મશહૂર કર્યો તો સાથે ઘણા પ્રકારની નફરતનો શિકાર બની. તેમણે કહ્યું કે ‘હું તે સમયે ૨૭ વર્ષની હતી, જ્યારે મને આપણૅઅ દેશના ર્પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કરવાનો અવસર આપવામાં આવ્યો. આ ઇન્ટરવ્યૂ લગભગ ૨૨ મિનિટ ચાલ્યો હતો. જેને મારા કેરિયરની દીશા બદલી દીધી.

આ ઇન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા. તેમણે કહ્યું કે ‘તે સમયની એક ફેમસ યૂથ મેગેજીનના કવર પર મારો ઇટરવ્યૂવાળો ફોટો છવાયો અને તેની સાથે એકદમ તીખી હેડિંગ આપ્યું. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર મને ટ્રોલ કરવામાં આવી અને પ્રધાનમંત્રીને પૂછેલા પ્રશ્નો માટે આરોપ કરવામાં આવ્યા અને બિલકુલ એકતરફી વિચારધારા સાથે મને ટ્રોલ કરવામાં આવી. કરિશ્મા મહેતા ફક્ત ૨૧ વર્ષની હતી, જ્યારે તેમણે ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ નામનું પેજ શરૂ કર્યું હતું. આજે ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ મુંબઇના લોકો જ નહી પરંતુ દેશભરમાં ખૂબ પોપ્પ્યુલર થઇ ચૂક્યું છે. તે પેજમાં ના ફક્ત મુંબઇ ધડકે છે પરંતુ એવા લોકો અને એવી કહાનીઓ સામે લાવે છે, જે સામાન્ય હોય છે. આજે ફેસબુક પેજ પર એક મિલિયનથી વધુ અને ઇંસ્ટાગ્રામ પર તેનાથી બમણા ફોલોવર્સ છે. આ પેજ પાંચ વર્ષ પહેલાં શરૂ થયું હતું. હવે આ એવું ફેસબુક પેજ પણ છે. જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો ઇન્ટરવ્યૂ આપવા માટે સિલેક્ટ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here