હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બરની પરીક્ષાઓનો ૨૭ ડિસેમ્બરનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ આજે ગુરૂવારથી બીજા તબક્કાની સ્નાતક અને અનુસ્નાતક સેમ ૩ની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. જેમાં આશરે ૨૫ હજાર છાત્રો પરીક્ષા આપશે.યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થયા બાદ આજે ૬ જાન્યુઆરીથી સ્નાતક અને અનુસ્નાતક સેમ ૩ની ન્ન્સ્, બી.એડ, એમ.એસ.સી, એમ.એડ, એમ.જે.એમ.સી, એમ.આર.એસ, એમ.એસ.ડબ્લ્યુ સહિતની ૨૦થી વધુ અભ્યાસક્રમમાં અંદાજે ૨૫ હજાર જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષાઓમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તે માટે ઓબ્ઝર્વેશન માટે ૧૭ ટીમો બનાવેલી છે. જે પરીક્ષા સેન્ટરો પર નિરીક્ષણ કરશે. જે છાત્રો પરીક્ષા આપવા માંગતા હોય એ આપી શકશે. જે નહિ આપે એમની ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાશે. હાલમાં કોઈપણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં. નોંધનીય છે કે યુનિવર્સિટીના ગણિત ભવન ખાતેના પરીક્ષા કેન્દ્રમાં ઓફલાઇન પરીક્ષાનો વિદ્યાર્થીઓએ બહિષ્કાર કર્યો હોય તેમ પરીક્ષા ખંડમાં માત્ર બે કે ત્રણ પરીક્ષાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. તો કેટલાક સેન્ટરો ઉપર ૯૦ ટકા હાજરી જ જાેવા મળી હતી
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper