ગુજરાત પોલીસની અનોખી પહેલ
હવે FIR નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, વાહન અને મોબાઈલ ચોરીની ઓનલાઇન FIR નોધાવી શકાશે
આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ ની હાજરીમાં E FIR જાગૃતિ અંગે સેમિનાર યોજાયો
કપરા સમયમાં કામગીરી કરનાર પોલીસ જવાનોનું સન્માન કરાયું
વિસનગરમાં સેવા સુરક્ષા અને શાંતિ માટે મક્કમ ગુજરાત પોલીસનો પ્રજાલક્ષી અભિગમ અને ગુજરાત રાજ્યની અનોખી પહેલ સેવા e FIR ની જાણકારી માટે સમર્થ ડાયમંડ હોલ ખાતે સેમિનાર નુ આયોજન કરવામાં આવ્યું હતું. સીટીઝન પોર્ટલ માં 2017 સુધી 14 પ્રકારની સેવા હતી જેમાં વધુ એક સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં હવે લોકોને મોબાઈલ કે વાહન ચોરીના કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહિ પડે અને ઘર બેઠા જ કોઈ પણ સ્થળેથી પોતાના વાહન કે મોબાઈલ ચોરી ની ફરિયાદ નોધાવી શકશે. જે E – FIR અંગે જાણકારી આપવા માટે સેમિનાર નુ આયોજન કરવામાં આવ્યું હતું.
કઈ રીતે કરશો E – FIR
રાજ્યના નાગરિકોએ આ સેવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અથવા પોર્ટલ ઉપર જવાનું રહેશે અને તેમાં e FIR કરવાની રહેશે. જેમાં ફરિયાદીએ પોતાની વિગત પ્રોફાઈલ બનાવી તમામ વિગત નાખવાની રહેશે.e – FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરશે અને વાહન ચોરી / મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલશે. જેમાં ઓનલાઇન ફરિયાદ અંગેની જાણ ફરિયાદી ને SMS દ્વારા મળી રહેશે. જેમાં મોબાઈલ કે વાહન ગુમ માટે E FIR કરી શકાય છે. જેમાં ચોર અજ્ઞાત હોવો જોઈએ. ધટના દરમિયાન ઇજા કે ફોર્સ ના હોવો જોઈએ. જેવી તમામ બાબતોનું ધ્યાન રાખી FIR કરવાની રહેશે.આ અંગે જિલ્લા પોલીસ વડાએ પણ e FIR અંગે જાણકારી આપી હતી પોલીસ તમારી મદદ માટે છે. તમામ માટે ચોક્કસ પ્રયાસ કરશે અને તમારી સમસ્યા હલ થશે.
આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ટેકનોલોજીથી સુસજ્જ બની નાગરિકોની સુખ અને સુવિઘામાં વધારો થાય તે માટે નવીનત્તમ પ્રોજેક્ટ e FIRની સેવા શરૂ કરાઈ છે. 24*7 પોલીસ કામગીરી કરી રહી છે. કોરોના કાળમાં પણ ખભેખભો મિલાવીને દેશને બચાવવાનું કામ પોલીસે કર્યું છે.આ ગુજરાત પોલીસ માટેની ફેસીલીટી નથી પરંતુ જનતા માટેની છે.જેમાં લોકોને પોલીસ સ્ટેશન જવું ન પડે અને સીધે સીધી જેને ટેકનોલોજી સાથે પોલીસ ને જોડ્યા છે. જે 14 પ્રકારની આપણી પાસે સેવાઓ હતી જે આજે 15 મી સેવા જેમાં વાહન ચોરી અને મોબાઈલ ચોરી પણ એમાં સામેલ કરી છે. જે ઘર બેઠા પણ મળશે.
કપરા સમયમાં કામગીરી કરનાર પોલીસ જવાનોનું સન્માન કરાયું
મહેસાણા જિલ્લામાં કપરા પરિસ્થિતિ માં સારી એવી કામગીરી કરનાર પોલીસ જવાનોનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી ના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વિસનગરમાં કેનાલમાં પડેલી બાળકીને બચાવવાના પ્રયાસો કરનાર પટેલ અમૃતભાઇ નુ પણ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
વિસનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં વિસનગર નગરપાલિકા પ્રમુખ વર્ષાબહેન પટેલ, વિસનગર તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, એપીએમસીના વિસનગર ચેરમેન પ્રિતેશ ભાઈ પટેલ, ઊંઝાના ચેરમેન દિનેશ ભાઈ પટેલ ,સર્મથ ડાયમંડના ગોવિંદભાઈ પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી પોલીસ અધિકારીઓ, પદાધિકારીઓ, તેમજ પ્રબુધ્ધ નાગરિકો, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ…વિજય ઠાકોર સાથે ભરતસિંહ..વિસનગર
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper