સોયલા ગામે વિવિધ સ્પર્ધા યોજાઈ

0
152

૨૩ માર્ચ ૧૯૩૧ ના દિવસે ભારતના ક્રાંતિકારી શહીદ દિવસ (શહીદ ભગતસિંહ,શહીદ સુખદેવ, શહીદ રાજગુરુ ) બલિદાન દિવસ નિમિતે આવેલ મેહમાન,સોયલા ગ્રામપંચાયત સરપંચ, ઉપ સરપંચ, પંચાયત સદસ્ય તથા વિદ્યાર્થીઓ ને શિક્ષણગણ દ્રારા પુષ્પાજલી કરી નમન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઉપરાંત સોયલા.પ્રા.શાળા ખાતે નિબંધ લેખન,ચિત્ર,વકૃતાસ્પર્ધા,રંગપૂરણી સ્પર્ધા નું આયોજન કરવા માં આવેલ કરવા બાળ મંદિર બાળકો માટે ચિત્ર માં રંગપૂરણી,ચિત્ર સ્પર્ધા માં ધો – ૧થી ૫ ના વિધાર્થીઓ ,નિબંધ સ્પર્ધા માં ધો – ૬ થી ૮ થી ,વકૃત્વ સ્પર્ધા માં ધો – ૯ થી ઉપરના વિધાર્થીઓ માં સ્પર્ધા યોજાયેલ જેમાં સ્કૂલ ના વિદ્યાર્થીઓ ઉત્સાહ ભેર ભાગ લીધેલ, સ્પર્ધા માં પ્રથમ,દ્રિતીય,તૃતીય નંબર મેળવેલ વિજેતાને સોયલા ગ્રામ પંચાયત દ્રારા પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આવેલ મેહમાન સાણંદ પોલીસ સ્ટેશન થી એ.એસ.આઈ નાગરાજસિંહ થતા રાજુભાઈ તથા જિલ્લા સદસ્ય ભરતભાઈ ગોહિલ,તાલુકા સદસ્ય નરેશભાઈ પરમાર, સરપંચ,કિરણભાઈ વાઘેલા,હર્ષદભાઈ વાઘેલા,ગુલાબ ભાઇ બૌદ્ધ, હસ્તે એનાયત કરવામાં આવેલ બાળકોમાં નાનપણથી જ દેશના ક્રાંતિવીરો વિષે માહિતી મળે અને આવતીકાલનું ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ દેશ ભક્તિને રંગે રંગાય તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.સાથે સોયલા ગ્રામ પંચાયત દ્રારા નંબર : ૮૨૦૦૧૯૩૮૫૫ હેલ્પલાઇન નંબર જાહેર કરવા માં આવેલ મેહમાન હસ્તે,કે સોયલા ગ્રામ જનનો કોઈ પ્રશ્ન કે ફરિયાદ હોઈ રજુવાત નિવારણ માટે, જેમાં ગ્રામજનો પણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ સોયલા ગામ ના કિરણભાઈ વાઘેલા, હર્ષદભાઈ વાઘેલા,વિક્રમભાઈ ઠાકોર,ગુલાબભાઇ બૌદ્ધ,ભુપેન્દ્રભાઈ પરમાર,અશોકભાઈ ઠાકોર તથા પંચાયત તમામ સદસ્ય એવલ સોયલા આદર્શ પ્રા.શાળા,ના શિક્ષણગણ દ્રારા તમામ સ્પર્ધા માં ભાગ લેનાર વિધાર્થીઓ ને શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here