સોયલા ગામે આદર્શ પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો
તાજેતરમાં ગુજરાતના પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહેલા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તમામ શાળાઓના જન્મદિવસની ઉજવણી થાય એવુ સુવિચારુ આયોજન કરવાનું આહવાન કરવામાં આવ્યુ છે. જેમાં સાણંદ તાલુકાના સોયલા.પ્રા.શાળાની જન્મ દિવસની ઉજવણી કરવા મા આવી.
આજ રોજ સોયલા પ્રાથમિક શાળાના બાળકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને વધાવતા આ શાળાના જન્મદિવસ ઉજવણીનુ ભવ્ય આયોજન સોયલા ગ્રામ પંચાયત દ્રારા કરવામાં આવ્યુ.કાર્યક્રમ ની શરૂવાત દીપપ્રાગટ્ય,પ્રાર્થના થી કરવા મા આવેલ શાળા ની બાળાઓ તથા ઉપસ્થિત મેહમાન હસ્તે કૈક કાપવા મા આવેલ,ગત ૧૪ એપ્રીલ આંબેડકર જ્યંતી પર ના નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા ભાગ લેનાર વિદ્યાર્થીઓ પ્રથમ, દ્રિતીય, તૃતીય નંબર મેળવેલ ને પ્રમાણ પત્ર ઉપસ્થિત મેહમાન હસ્તે એનાયત કરવા મા આવેલ અને શાળાના જન્મદિવસની ઉજવણીને અનુલક્ષી સોયલા.પ્રા.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી,કૈક કટિંગ, વિવિધ વેશભુષા અલગ અલગ ઝાંખી રજુ કરી,ગીત તેમજ અન્ને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા આવેલ બાળકો ખુબ નાચ્યાં અને તમામ ઝાંખી પર ગ્રામ લોકો તાલીના ગળગળાટ થી વધાવી લીધેલ તમામ વિધાર્થીઓ ને કૈક, ચોકલેટ,પૌવા આપવામા આવેલ સોયલા ગ્રામ પંચાયત ના સરપંચ વતી કિરણભાઈ વાઘેલા, હર્ષદભાઈ વાઘેલા,પૂર આચાર્ય ઝીલુભા ઝાલા,પૂર્વ શિક્ષક હરિભાઈ પ્રસાદ,ગુલાબ બૌદ્ધ,રમેશભાઈ વાઘેલા,હરગોવિંદભાઈ, જેસંગભાઈ,મગનભાઈ એવમ તમામ જીતુભાઈ,ધીરેનભાઈ,હર્ષદભા, ઝફરભાઈ,અલ્પેશભાઈ શિક્ષકગણ,ગામમા થી પધારેલ આગેવાન,તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ને તથા ગ્રામ જનનો ઉપસ્થિત રહ્યા હતા