પત્રકાર એકતા પરિષદ
સુરત ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા કક્ષાનું મહાધિવેશન યોજાયું.
ભારતમાં ઉદાહરણ રૂપ અને શિષ્તબદ્ધ ચાલતું ગુજરાત નું એકમાત્ર પત્રકારોના હિત અને હકો માટે કાર્યરત એવા પત્રકાર એકતા પરિષદનું સુરત જિલ્લા નું જિલ્લા કક્ષા નું અધિવેશન સુરત નાઝર આયુર્વેદ મેડિકલ કોલેજના હોલમાં રાખવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ઓ. હ. નાઝર કોલેજના મુખ્ય પ્રવેશદ્વાર પર સુરત જિલ્લા ના બંને પ્રમુખશ્રી અને જિલ્લા ના તમામ પત્રકારો મિત્રો દ્વારા પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા નું ઢોલ ના ધબકાર અને ગુલાબની પાંખડીઓ ના વરસાદ સાથે ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયું હતું અને મુખ્ય પ્રવેશદ્વારથી બેઠક હોલ સુધી રેલી સ્વરૂપે રેડ કાર્પેટ ના સન્માન સાથે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાને સુરત જિલ્લા અધિવેશનમાં આવકારવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા અને મચસ્થ મહાનુભાવો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમ ને ખુલ્લો મુકાયો હતો.
પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયાં નું વિવિધ પ્રકારના ફૂલોથી સજાવેલ મહાકાય પુષપહાર થી સુરત જિલ્લા પ્રિન્ટ મીડિયા પ્રમુખ હકીમભાઈ વાણા અને ઇલે.મીડિયા પ્રમુખ સતિષભાઈ કુભાણી દ્વારા વિશેષ બહુમાન કરાયું હતું.
ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, પ્રદેશ પદાધિકારીશ્રીઓ, ઝોન પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓનું પુષ્પગુચ્છ આપી સ્થાનિક પત્રકાર મિત્રો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
પત્રકાર એકતા પરિષદનો ચિતાર રજૂ કરતા પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી દ્વારા જણાવ્યું હતું કે, પત્રકારો ના હિત માટે કાર્ય કરવા માટે મર્હુમ શ્રી સલીમભાઈ બાવાણી દ્વારા સંપૂર્ણ લોકશાહી સંસ્થા નો પાયો નાખી અને પોતાની હાજરીમાં 22 જિલ્લાઓની કારોબારી ની રચના કરી…. કોરોના કાળમાં આપણાં સંગઠન ના સ્થાપક એવા સલીમભાઇ ની આપણને સૌને ખોટ પડી છે પરંતુ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા તેમના મિશન નું બીડું ઝડપી અને શરૂઆતથીજ સંગઠન મજબૂત બને તેવી કવાયત કરી રહ્યા છે.
પાસ કન્વીનર શ્રી અલ્પેશભાઈ કથીરીયા દ્વારા પત્રકાર મિત્રોને સંગઠિત થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશની ચોથી જાગીર ને લોકહિત માટે કાર્યો કરતા રહેવા અને સત્ય સાથે રહેવા જેવી બાબત પર ભાર મૂક્યો હતો.
પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા દ્વારા પત્રકાર એકતા પરિષદ ની કાર્યપદ્ધતિ અને સિદ્ધિઓ વિશે અવગત કરાવ્યા હતા.
પ્રદેશ અધ્યક્ષ શ્રી માન.લાભુભાઈ કાત્રોડીયા સાહેબ દ્વારા પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન મારફત હાજર પત્રકાર મિત્રોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આપણું પત્રકાર એકતા પરિષદ આજે ગુજરાતમાં એવા સ્તર પર પહોંચ્યું છે જે વિશ્વ ભરમાં ગુજરાત ના પત્રકારોની સરાહના કરાવી રહ્યું છે… પત્રકાર એકતા પરિષદ એક માત્ર એવું પત્રકારો નું સંગઠન છે જે સંપૂર્ણ લોકશાહી ઢબે કામગીરી કરી અનેં સફળતાના નવા દ્વારા સુધી પહોચ્યું છે, જે પત્રકારોનો આવાજ દબાવવા ના પ્રયત્નો થઈ રહ્યા હતા તે પત્રકારો આંજે સંગઠિત થઈ ખુદ હુંકાર ભરી રહ્યા છે.