સુરતમાં સંક્રમણનો ફેલાવો બેકાબૂ, 24 કલાકમાં 2505 કેસ, 228 દિવસ બાદ કોરોનાથી 3નાં મોત

0
36

કોરોના સંક્રમણ વધતા પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર)

  • એક્ટિવ કેસની સંખ્યા વધીને 12807 થઈ ગઈ

સુરતમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે. કોરોનાકાળમાં બુધવારે શહેરમાં પહેલીવાર 2505 કેસ નોંધાયા હતા. 228 દિવસ બાદ કોરોનાગ્રસ્ત 3 દર્દીના મોત થયા હતા. જિલ્લામાં પણ 265 કેસ સામે આવ્યા હતા. એક જ દિવસમાં કેસમાં 36 ટકાનો વધારો થયો હતો. અગાઉ બીજી લહેરમાં 23 એપ્રિલે એક દિવસમાં સૌથી હાઇએસ્ટ 2321 કેસ નોંધાયા હતા. અત્યારે ત્રીજી લહેરમાં 12 હ જારથી વધુ એક્ટિવ કેસ પૈકી 204 જેટલા દર્દી સિવિલ-સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલમાં સારવારહેઠળ છે. જેમાં 30 ટકા દર્દી વેન્ટિલેટર -બાયપેપ અને ઓક્સિજન પર હોવાનું અધિકારી સૂત્રોનું કહેવું છે.

હીરા ઉદ્યોગમાં સંક્રમણ
કતારગામ ઝોનના અમરોલી વિસ્તારમાં આવેલી સુરત કો. ઓ. બેન્કમાં 06 પોઝીટીવ આવતા બંધ કરાવવામાં આવી છે તેમજ અન્ય 4 પોઝીટીવ અલગ અલગ બેંકોમાં મળી આવ્યા છે. બુધવારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 36 અને ટેકસટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 13 લોકો પોઝિટિવ આવ્યા હતા. 78 વિદ્યાર્થીઓ પણ બુધવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા.પોઝિટિવ લોકો માંથી 1298 લોકો ફુલ્લિ વેકસીનેટેડ છે. 46 લોકોએ રસીનો એક જ ડોઝ લીધો છે. 62 લોકો રસી માટે એલિજીબલ ન હતા જ્યારે 18 લોકોએ વેકસિન લીધી જ નથી.

વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી
બુધવારે બેન્ક કર્મચારીઓ, ડોકટર, વિદ્યાર્થીઓ, ટીચર, દલાલ, સીએ, હીરા વેપારી, પ્રોફેસર, કાપડ માર્કેટ સાથે સંકળાયેલા, ડાયમંડ માર્કેટ સાથે સંકળાયેલા અને એમ્બ્રોડરી કામકાજ સાથે સંકળાયેલા સહિત અનેક પોઝિટિવ આવ્યા હતા. આજે પોઝીટીવ આવેલ વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓની કતાર અને જર્મનીની ટ્રાવેલ હિસ્ટ્રી છે.

મૃતકો 35થી 70 વર્ષની વય જૂથના
પનાસનો યુવક ટીબીની સારવાર લેતો હતો ​​​​​​​પનાસ ગામ ખાતે રહેતા 35 વર્ષીય યુવકને ગઈ 7 જાન્યુઆરીના રોજ સિવિલ હોસ્પિટલમાં ટીબી તેમજ અન્ય બીમારીની સારવાર માટે દાખલ કરાયો હતો. આ યુવકનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ હતો. બુધવારે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

નવા હોટ સ્પોટ
વરાછા એ ઝોનમાં કોરોનાના સૌથી વધુ 515 કેસ સામે આવ્યા છે. જ્યારે કતારગામ ઝોનમાં 448 કેસ સામે આવ્યા હતા.રાંદેર ઝોનમાં 413, અઠવા ઝોનમાં 409, ઉધના એ ઝોનમાં 202 અને ઉધના બી ઝોનમાં 40, વરાછા બી ઝોનમાં 185, લીંબાયતમાં 182, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 111 કેસ સામે આવ્યા હતા. શહેરમાં આવેલ બેંકોમાં 1055 જેટલા વ્યક્તિઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here