સુરતમાં કોરોના બેકાબૂ, 24 કલાકમાં નવા 3709 કેસ, એક્ટિવ કેસનો આંકડો 25 હજારને પાર કરી ગયો

0
38
corona

અઠવા સહિતના વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા પાલિકા દ્વારા ચેતવણી આપતાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે

  • અઠવા ઝોનમાં બેનાં મોત, આજે રાંદેરમાં 1105 કેસ
  • કોવિડનો કુલ આંકડો વધીને 1,85,884 પર પહોંચ્યો

સુરત શહેરમાં સતત કોરોના પગ પેસારો કરી રહ્યો છે. ગતરોજ એક જ દિવસમાં સુરત 3709 કેસ નોંધાયા છે. આ સાથે અઠવા ઝોનમાં બે દર્દીના મોત થયા છે. જ્યારે 2313 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 1105 કેસ નોંધાયા છે. જે કુલ કેસના 30 ટકા થાય છે. વિતેલા 2 સપ્તાહમાં જ શરદી-ખાંસી, તાવના કેસમાં 6 ગણો વધારો થયો છે.

એક્ટિવ કેસ વધીને 25,726 થયા
કોરોના સંક્રમણમાં પણ ભારે વધારો થયો છે. સુરત શહેર જિલ્લામાં નવા 3709 કેસ નોંધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને 1,85,884 પર પહોંચ્યો છે. જ્યારે 2 મોત સાથે મૃત્યુઆંક વધીને 2140 થયો છે. આજે શહેરમાંથી 2313 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,58,032 થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 25,726 એક્ટિવ કેસ છે.

ત્રણ સોસાયટી ક્લસ્ટર જાહેર કરાઈ
7 વ્યક્તિઓ વરાછા ઝોન-બીના પુણા સીમાડા વિસ્તારના સહયોગ સોસાયટીમાં નોંધાયા છે. 9 વ્યક્તિઓ ઉધના ઝોન-એના ભેસ્તાન વિસ્તારના સંગમ સોસાયટીના એક જ વિસ્તારમાં નોંધાયા છે. 15 વ્યક્તિઓ ઉધના ઝોન-બીના ગર્ભણી વિસ્તારના રામેશ્વર નગરમાં નોંધાયા છે. જેથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.

જિલ્લામાં કોરોના ઘાતક
જિલ્લામાં કોરોના સંક્રમણ અત્યાર સુધીની પહેલી અને બીજી લહેર કરતાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે ત્યારે ગુરુવારના રોજ 730 દર્દીઓ સાથે જિલ્લામાં કુલ કોરોના સંક્રમિત નો આંક 36707 પર પહોંચ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં 273 દર્દીઓ સાજા થતાં 33360 દર્દીઓ સાજા થયા છે. ગુરુવારના રોજ જિલ્લામાં બારડોલી,કામરેજ એ ઓલપાડ તાલુકામાં 100 થી વધુ દર્દીઓ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે જિલ્લા મહુવા તાલુકા બામણીયા ગામે 53 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થતાં જિલ્લામાં કુલ મૃત્યુ આક 498 થયો છે તો હાલ 2849 દર્દીઓ કોરોના સારવાર હેઠળ રાખવામા આવ્યા છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here