સાણંદ તાલુકાના સોયલાં ગામ ખાતે ઓકયુરા આંખ ની હોસ્પિટલ દ્રારા આંખ નિદાન કેમ્પ યોજાયો
આજ રોજ સાણંદ તાલુકા ના સોયલાં ગામ ખાતે ઓકયુરા આંખ ની હોસ્પિટલ દ્રારા આંખ નિદાન કેમ્પ નું આયોજન કરવા મા આવેલ જેમાં સોયલાં ગામ ના લોકો લાભ લીધેલ આ હોસ્પિટલ ભારત ની મોટામાં મોટી અને લેટેસ્ટ ટેકનોલોજી સાથેની પ્રાઇવેટ આઇ કેર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર છે કેમ્પમાં લેટેસ્ટ ટેકનોલોજી અને નિષ્ણાત optometrist દ્વારા આંખનું ફ્રી ચેકઅપ અને રાહત દરે સારી ક્વોલિટીના ચશ્માનું વિતરણ કરવામાં આવેલ અને જે વ્યક્તિઓને આંખમાં કોઈ તકલીફ હોઈ અને ટ્રીટમેન્ટ/સર્જરીની જરૂર જણાતી આવેલ તેવા વ્યક્તિઓને અમદાવાદ બોલાવી ને આવકના પુરાવાના આધારે રાહત દરે ટ્રીટમેન્ટ/સર્જરી કરી આપવામાં આવશે આ કાર્યક્રમ મા સોયલાં ગામ સરપંચ નીતાબેન વાઘેલા,કિરણભાઈ વાઘેલા, પંચાયત સદસ્ય ગુલાબ બૌદ્ધ, અન્ને સાથી સદસ્ય ઉપસ્થિત રહેલ
રિપોર્ટ:- ચિરાગ પટેલ સાણંદ