સાણંદ તાલુકાના બોળ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

0
329

સાણંદ તાલુકામાં પારદર્શી પ્રશાશન માટે પ્રતિબદ્ધ સરકાર અંતર્ગત પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા માટે આઠમા તબક્કાનો બીજા ભાગનો પહેલો બોળ ગામે બોળ પ્રાથમિક શાળા ખાતે 14 જેટલા ગામો વચ્ચે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ થયો હતો આ કાર્યક્રમમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું શાલ અને કઠોળ આપીને સ્વાગત કરાયું હતું ત્યારબાદ ગામના 32 વર્ષ સમરસ સરપંચ તરીકે સેવા આપનાર એવા ભીખુભા બારડએ સુંદર ઉદબોધન કર્યું હતું ત્યારબાદ વિધવા બહેનોને કીટ વિતરણ,35 સગર્ભા બહેનોને અને 7 કુપોષિત બાળકોને પોષણ પુક્ત પ્રોટીનેક્ષ પાવડર વિતરણ,8 સફાઈ કામદારોને એપ્રોન વિતરણ,વિદ્યાર્થીઓને વાંચન માટે લાઈબ્રેરીમાં રાખવા પુસ્તકોનું વિમોચન તેમજ અગાઉ ગામમાં એક્યુરા હોસ્પિટલ થલતેજ દ્વારા થયેલ કેમ્પમાં આર્થિક રીતે નબળા 11 દર્દીઓના મોતિયાના ઓપરેશન ખર્ચ વિતરણ ત્યારબાદ પ્રતિકાત્મક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ સેવાસેતુ કાર્યક્રમની વિવિધ યોજનાનો લાભ લેવા માટે આવતા તમામ લાભાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ સેવાસેતુના શુભારંભ કાર્યક્રમમાં મહોમાનો તરીકે પ્રાંત અધિકારી,મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા પંચાયત પ્રમુખ,તાલુકા હેલ્થ ઓફિસર,સી.ડી.પી.ઓ,એપીએમસી ડિરેક્ટર,જિલ્લા તાલુકા ડેલીકેટો,સરપંચો,સંગઠનના પ્રમુખ હોદ્દેદારો તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા

ચીરાગ પટેલ સાણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here