સાણંદ શહેરમાં ઘોડાગાડી સ્ટેન્ડ પાસે નગરપાલિકા હોલ ખાતે મહિલા જાગૃતિ કાર્યકર્મ યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન નવજીવન ટ્રસ્ટ અને પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટર તથા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કરાયું હતું જેમાં 181 અભયમ,આરોગ્યની તથા દરેક સરકારી યોજનાઓ તેમજ મહિલાને લગતા કાયદા કાનૂન વિશે માર્ગદર્શન અપાયું હતું આ કાર્યકર્મમાં સાણંદ શહેર અને તાલુકાની 150 થી 200 મહિલાઓ હાજર રહી હતી