સાણંદની બંને સગી બહેનોએ ખેલ મહાકુંભ 2022માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

0
316

સાણંદની બે સગી બહેન દીક્ષા અને કોટેશ્રીએ અનેક અભાવો વચ્ચે ભાલાફેંક રમતમાં કાઠું કાઢ્યું છે અને ખેલ મહાકુંભ 2022 માં દિક્ષાએ ઓપન એજમાં અને કોટિશ્રીએ અંડર 17માં ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે.સાણંદમાં રહેતા અને સચાણા પાસે આવેલ પ્રાઇવેટ હિન્દુસ્તાન ગમ કંપનીમાં નોકરી કરતા મધ્યમ વર્ગના બ્રાહ્મણ પરિવારના સુધાકર દ્વિવેદી જેવો સાણંદમાં એકલિંગજી ફ્લેટમાં રહે છે તેમની બંને પુત્રીની એથ્લેટીકમાં રુચિ જોઈને આગળ વધવા પોતે દીકરીઓના માર્ગદર્શક અને કોચ પણ બન્યા સાણંદમાં રમતનું એક પણ ગ્રાઉન્ડ ન હોવા છતાં નોકરીથી છૂટીને ટોર્ચના અજવાળે બંને દીકરાઓને જેડીજી હાઈસ્કૂલના મેદાનમાં પ્રેક્ટિસ કરાવતા તે મહેનતને કારણે નેશનલ લેવલની દરેક એથ્લેટીક રમતોની ભાલાફેંકમાં હંમેશા ટોપ 10 માં આવતી હતી તાજેતરમાં જ ટાટાનગર જમશેદપુરમાં યોજાયેલી ચોથી નેશનલ એથ્લેટીક સ્પર્ધામાં પણ બંને ટોપ 10 માં આવી હતી પણ કોઈ ફેડરેશન કે રાજ્ય સરકાર તરફથી કોઈ જ આર્થિક સહાય મળતી નથી કારણકે મધ્યમ વર્ગનો પરિવાર અને ખર્ચા વધારે થતા હોવાથી કોઈ સરકાર કે સંસ્થા દિકરીઓને આર્થિક ટેકો આપે તો બંને દીકરીઓ દેશનું નામ રોશન કરવાની ક્ષમતા ધરાવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here