સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના મોટા ભાઈ રમેશ બાબુ ગુરુનું નિધન થઇ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા છે. રમેશ બાબુ સુપરસ્ટાર કૃષ્ણના મોટા ભાઈ હતા. એમના નિધન પછી ઇન્ડસ્ટ્રીના લોકો શોકમાં છે. રમેશ બાબુનું મૃત્યુ એવા સમયે થયું છે જ્યારે મહેશ બાબુ કોરોના પોઝિટિવ છે અને આઈસોલેશનમાં છે. રમેશ બાબુના નિધનના સમચાર સામે આવ્યા પછી તેમના ફેન્સ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. રમેશ બાબુ ગરુના મૃત્યુના સમાચારની પુષ્ટિ નિર્દેશક રમેશ વર્માએ પણ કરી છે. રમેશ વર્માએ ટિ્વટ કરીને કહ્યું કે સમાચાર સાંભળીને આઘાત લાગ્યો, રમેશ બાબુ ગરુ હવે નથી રહ્યા. કૃષ્ણા ગરુ, મહેશ બાબુ ગરુ અને સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના.
ઓમ શાંતિ” ફિલ્મમેકર બીએ રાજુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને રમેશ બાબુના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને ઘટ્ટામનેની પરિવારની તરફથી લખ્યું છે, ઘણા દુઃખની સાથે એ કહેવું પડે છે કે અમારા રમેશ બાબુ ગુરુનું નિધન થઈ ગયું છે. તેઓ હંમેશાં અમારા હૃદયમાં જીવતા રહેશે. અમે અમારા બધા શુભેચ્છકોને વિનંતી કરીએ છીએ કે કોરોના ગાઈડલાઈનનું પાલન કરો અને સ્મશાને ભેગા થવાનું ટાળવું-ઘટ્ટામનેની પરિવાર. મહેશ બાબુની જેમ તેનો ભાઈ પણ સાઉથ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તેણે ૧૯૭૪માં ‘અલ્લુરી સીથારામરાજુ’થી સ્ક્રીન ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પછી રમેશ બાબુએ ના ઇલે ના સ્વરગમ, અન્ના ચેલેલુ, ચિન્ની કૃષ્ણડુ જેવી હિટ ફિલ્મો સહિત અનેક તમિલ ફિલ્મોમાં કામ કર્યું. રમેશ બાબુએ નાના ભાઈ સાથે પણ ઘણી ફિલ્મોમાં સ્ક્રીન શેર કરી છે.