ઉત્તર ગુજરાતમાં મેડિકલ, પેરા-મેડિકલ, ટેકનીકલ, ફાર્મસી, મેનેજમેંટ, કોમ્પ્યુટર, કોમર્સ, સાયન્સ, ડિઝાઇન વિગેરે અભ્યાસક્રમોમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ કારકિર્દીના નિર્માણમાં સર્વોત્તમ પ્લેટફોર્મ પુરુ પાડતી એક માત્ર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ના સંસ્થાપક, સ્વતંત્ર સેનાની, પ્રેરણામૂર્તિ અને કર્મવીર સ્વ. સાંકળચંદભાઈ પટેલની જ્ન્મતિથિના દિવસે તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨, સોમવારના રોજ સવારે ૧૦.૪૫ કલાકે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે જ્ન્મતિથિ નિમિતે કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ પ્રસંગે નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. જે.આર.પટેલ, રજિસ્ટ્રાર ડૉ. પી કે પાંડે, સ્ટાફગણ તથા સમગ્ર ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા.