સલમાન ખાનને પત્રકાર સાથે ગેરવર્તણુંક કેસમાં ૫ મેએ સુનાવણી

0
133

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને પત્રકાર સાથે ગેરવર્તણૂક કરવાના કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. ગુરુવારે આ મામલાની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાન અને તેના બોડીગાર્ડ નવાઝ શેખ વિરુદ્ધ અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સમન્સ પર રોક લગાવી દીધી છે. જણાવી દઈએ કે પત્રકાર અશોક પાંડેની ફરિયાદ બાદ અંધેરી કોર્ટે ૨૨ માર્ચે સલમાન ખાન અને તેના બોડીગાર્ડ વિરુદ્ધ સમન્સ જાહેર કરીને ૫ એપ્રિલે કોર્ટમાં હાજર થવા માટે કહ્યું હતું. જાેકે તે પહેલા પણ સલમાન ખાને હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જે બાદ હાઈકોર્ટે હવે સલમાન ખાનને ૫ મે સુધી રાહત આપી છે. સલમાન ખાનના વકીલ આબાદ પોંડાએ કોર્ટને કહ્યું કે અભિનેતાએ માત્ર તેના બોડીગાર્ડને કહ્યું હતું કે પત્રકારને તેની તસવીર લેવાથી અટકાવે. તેમણે કહ્યું કે માત્ર અંગરક્ષકો પર જ કાર્યવાહી થવી જાેઈએ. પોંડાએ કોર્ટને એ પણ જણાવ્યું કે શરૂઆતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે અભિનેતાનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું, પરંતુ જૂન ૨૦૧૯માં ફરી ફરિયાદ દાખલ કરવામાં આવી, ત્યારે સલમાનનું નામ તેમાં ઉમેરવામાં આવ્યું હતું.

તે જ સમયે આ પછી અશોક પાંડેના વકીલ એજાઝ ખાને કોર્ટને કહ્યું કે આ ઘટનાથી પત્રકારને દુઃખ થયું છે. તે ખૂબ જ આઘાતમાં હતો અને તેથી જ તેણે તેની શરૂઆતની ફરિયાદમાં અભિનેતાનું નામ લીધું ન હતું. બંને પક્ષોને સાંભળ્યા પછી આ મામલાની સુનાવણીની અધ્યક્ષતા કરનાર જસ્ટિસ રેવતી મોહિતે ડેરેએ કહ્યું કે જાે અભિનેતા આ મામલામાં સંડોવાયેલો હતો તો તેનું નામ પ્રથમ ફરિયાદમાં જ હોવું જાેઈએ. બાર અને બેંચના રિપોર્ટ અનુસાર જસ્ટિસ રેવતીએ કહ્યું કે તમે પત્રકાર છો. જાે કોઈ તમારા પર કોઈપણ રીતે હુમલો કરે તો તમે ચૂપ ન રહેતા. આ પછી કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૫ મેના રોજ કરવાનો આદેશ આપ્યો છે.

આ મામલો વર્ષ ૨૦૧૯નો છે. જ્યારે સલમાન ખાન મુંબઈના રસ્તા પર સાઈકલ ચલાવી રહ્યો હતો, ત્યારે પત્રકાર અશોક પાંડે તેની તસવીરો લેવા માંગતા હતા. અશોક પાંડેનો દાવો છે કે તેણે સલમાનના બોડીગાર્ડની પરવાનગી લીધી હતી, પરંતુ તેમ છતાં તેના બોડીગાર્ડ અને સલમાને તેની સાથે ખરાબ વર્તન કર્યું. આ મામલે બે ફરિયાદ નોંધાઈ હતી. ૧ એપ્રિલ ૨૦૧૯ ના રોજ જેમાં સલમાન ખાનનું નામ ન હતું. આ પછી બીજી ફરિયાદ જૂન ૨૦૧૯માં દાખલ કરવામાં આવી હતી, જેમાં સલમાન ખાનનું નામ પણ જાેડવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here