સરસ્વતી શિશુમંદિર ખેરાલુ ખાતે 73 માં પ્રજાસતાક દિનની ઉજવણી કરાઇ. સંસ્થા ના સેક્રેટરી શ્રી જસમીનભાઈ દેવીના હસ્તે ધ્વજવંદન કરાયું. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વિધાર્થીઓ ધ્વજવંદનના કાર્યક્રમ જોડાયા. તમામ આચાર્યો તથા વાલીગણ ઉપસ્થિત અને પૂર્વ છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.જસમીનભાઈ દેવીએ 73 પ્રજાસતાક દિન નિમિત્તે આપેલ વક્તવ્યમાં આત્મનિર્ભર ભારત ની કલ્પનાની સાથે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા ને અનુરૂપ એક ભારત – નેક ભારત – શ્રેષ્ઠ ભારત અને સ્વસ્થ ભારતની મનોકામના હરહંમેશ કરીએ છીએ.
સ્વરાજની સાથે સુ રાજ આવેતો વિકાસશીલ અને પ્રગતિશીલ દેશ તરીકે મહાન ભારત દેશની ગણના થાય. ભારત દેશ પુરાતન કાળ મા વિશ્વ ગુરુ તરીકે સ્થાપિત થયેલો છે અને સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપેલ હતું. આઝાદીની પ્રાપ્તિ પછી દેશના નાગરિક ને ખીલવાની અને ખુલવા ની, બોલવાની અને વિચારોને પ્રદર્શિત કરવાની મોકળાશ છે. સ્વાંત્રસેનાની ના બલિદાન અને જીવન સમર્પણથી મહામૂલી આઝાદી મળી છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની આન – બાન – શાન જાળવવાની જવાબદારી જવાબદાર નાગરિક તરીકે આપણા સૌની છે. દેશ આપને શું આપે છે તેના કરતાં આપ દેશને શું આપો છે તે વધુ મહત્વની વાત છે. નાલંદા અને Taxshila મહાવિદ્યાલય ના જમાનામાં દેશ – વિદેશ થી હજારો વિદ્યાર્થીઓ ભારત દેશમાં શિક્ષા પ્રાપ્ત કરતા હતા. ઘી – દૂધની નદીઓ વહેતી હતી. સંસ્કાર અને સંસ્કૃતિ ખજાનો એટલે ભારત દેશ. ધર્મ અને વિજ્ઞાનનું અગ્રેસર દેશમાં ભારત દેશ નું સર્વોચ્ય ,સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ હતું.
૭૨ વર્ષ પહેલાં ગુલામીની જંજીરો માંથી મુક્ત થયા અને આપણા સૌની નૈતિક જવાબદારી ભારત ને વિશ્વ ગુરુ બનાવીએ તેમ જણાવ્યું હતું અને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.