સરકારી વિનયન કોલેજ બેચરાજી ખાતે કાવ્યોત્સવની કરાઈ ઉજવણી

0
87

સરકારી વિનયન કોલેજ બેચરાજી અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ૨૨મી ડિસેમ્બરના રોજ કાવ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, આઝાદીના અમૃત પર્વની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ કાવ્યોત્સવમાં ગુજરાતી ભાષાના જાણીતા કવિઓ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યકાલીન ગુજરાતી ભાષાના ગરબા કવિ વલ્લભ ભટ્ટની છબીનું અનાવરણ શ્રી રજનીભાઈ પટેલ અને વલ્લભ ભટ્ટની આઠમી પેઢીના વંશજ કલ્પેશભાઈ ભટ્ટે કર્યું હતુ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ ડૉકટર ડી.એમ. પટેલે દીપ પ્રાગટ્ય કરી કાવ્યોત્સવને ખૂલ્લો મૂકયો હતો તેમજ આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડોકટર અલ્પેશભાઈએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉકટર બિપિન ચૌધરીએ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. રાજ્ય કક્ષાના કવિ સંમેલનનમાં ૧૫૦ થી વધુ કાવ્ય પ્રેમીઓ જોડાયા હતા અને દેશભક્તિ સભર કાવ્ય પંક્તિઓ સાંભળી શ્રોતાઓ આનંદિત થઈ ગયા હતા તેમજ વિદ્યાર્થીઓ અને સમાજના લોકોમાં દેશની ભક્તિ પ્રજવલિત થાય, યુવાનો સાહિત્ય પ્રત્યે રસરૂચિ કેળવે, સર્જન કરવા પ્રેરાય એવા હેતુથી આ કાવ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

અહેવાલ : બ્યુરો રિપોર્ટ, મહેસાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here