સરકારી વિજ્ઞાન કોલેજ થરાદ ખાતે સામાજિક સમરસતા દિનની કરાઈ ઉજવણી

0
226

સરકારી વિજ્ઞાન કોલેજ થરાદ ખાતે સામાજિક સમરસતા દિનની કરાઈ ઉજવણી

પુષ્પાંજલિ અને સમરસતા અંગે વ્યાખ્યાનનું આયોજન…

થરાદ પંથકની સરકારી વિજ્ઞાન કોલેજમાં બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૪૦મી જન્મજયંતીની ઉજવણી ‘સામાજિક સમરસતા દિવસ’ રૂપે કરવામાં આવી. કૉલેજના આચાર્યશ્રી ડૉ. જગદીશ એચ. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ સામાજિક સમરૂપતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ડૉ ભીમરાવ આંબેડકરના જીવન સંઘર્ષથી વિધ્યાર્થીઓ અવગત થાય તે હેતુથી વ્યાખ્યાન આયોજિત કરવામાં આવ્યુ હતું.

સૌપ્રથમ ડૉ. બાબાસાહેબની તસવીરને સૌ સ્ટાફ તથા વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી વંદના કરવામાં આવી હતી. પ્રો ડૉ. હર્ષદ લકુમે બાબાસાહેબના જીવન અને તેમના કાર્યો વિશે માહિતી આપી હતી, કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રા. રૂદ્રભાઈ દવે દ્વારા બાબાસાહેબના જીવનદર્શન અને તેમનો સંઘર્ષ વિશે વિગતવાર માહિતી સભર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતુ. ખાસ તો છેવાડાના સમાજ ઉત્થાન માટે બાબાસાહેબે કરેલ કાર્યોની છણાવટ કરી પ્રા રૂદ્ર દવે એ જણાવ્યું કે જ્યાં સુધી સમાજ માં માત્ર જ્ઞાતિ ને મહત્વ આપવામાં આવશે અને પોતાની જ્ઞાતિ જ આગળ આવે તેવા પ્રયાસ કરવામાં આવશે ત્યાં સુધી દેશ આગળ નહિ આવે. સમાજનવરચના અને રાષ્ટ્ર ઉત્થાન માટે સામાજિક ભેદભાવને નશ્યત કરવા આહ્વાન કર્યુ હતું. અશ્પ્રુશ્યતા આપણું સામાજિક કલંક છે, ખાસ તો યુવાનોએ આ કલંક મિટાવવા અગ્રેસર થવા અનુરોધ કર્યો હતો, કાર્યક્રમમાં સૌ કૉલેજ પરિવારજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતાં.

અહેવાલ : અરવિંદ પુરોહીત થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here