સરકારી માધ્યમિક શાળા ભાપડીમાં SSC વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

0
130

સરકારી માધ્યમિક શાળા(RMSA) ભાપડીમાં તારીખ- ૨૬/૦૩/૨૦૨૨ને શનિવાર નાં રોજ મુખ્ય મહેમાનશ્રી વિક્રમભાઈ જોષી(CRC કોઓર્ડિનેટર), ભાપડીના આચાર્યશ્રી અરવિંદભાઈ ચૌધરી તથા સરકારી માધ્યમિક શાળા ભાપડીના આચાર્યશ્રી દશરથભાઈ દરજી, શાળાના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થી મિત્રોની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરણ- 10 ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રીઓ તથા શાળાના આચાર્યશ્રી દ્વારા ધોરણ- 10 ના વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષા માટેનુ માર્ગદર્શન આપવામાં આવ્યું તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમના શાળા જીવનના સંસ્મરણો વાગોળવામા઼ં આવ્યા બાદ વિદાય ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ધોરણ- ૧૦ ના વિદ્યાર્થીઓ તરફથી શાળાને ડિજીટલ ઘડિયાળ ભેટ સ્વરૂપે આપી તેમજ શાળા પરિવાર તરફથી ધોરણ- ૧૦ના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી કિટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકશ્રી રાજેશભાઈ રાજપુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્યશ્રી દશરથભાઈ દરજીએ કરી સૌ અલ્પાહાર લઈ વિદાય લીધી હતી.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here