વડગામ તાલુકામાં આવેલા CHC અને PHC ડોકટરોની હડતાળથી ખાલીખમ છે અને દર્દીઓ ખાનગી દવાખાને જઈએ પોતાની દવા કરાવી રહ્યા છે. જેને લઇ ગામડાઓના બોગસ ડોકટરોને બખ્ખાં થઇ ગયાં છે અને તેઓ લોકોને લૂંટી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વડગામ તાલુકામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટરો ચારેક દિવસથી હડતાળ પર છે. જેને લઇ તાલુકાના તમામ સરકારી દવાખાનાઓ દર્દીઓ વગર ખાલીખમ જોવા મળી રહ્યા છે જેને લઇને ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ તકનો લાભ લઇ ગામડાઓમાં રહેતા બોગસ ડોકટરો આ સમયે આવતા તમામ દર્દીઓને લૂંટી રહ્યા હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. તાલુકા મથક વડગામમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોકટરો હડતાળ પર હોવાથી દવાખાનું ખાલીખમ છે. એક સમયે રોજના આશરે 100 જેટલા દર્દીઓ આવતા હતા તેની જગ્યાએ હાલ એક પણ દર્દી આવતું નથી. અને જેનો લાભ બોગસ ડોકટરો લઈ રહ્યા હોય તેવું લોકોનું કહેવું છે.
એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે જવાબદાર અધિકારી દ્વારા બોગસ ડોકટરો કેટલા છે? તેની યોગ્ય તપાસ કરવી જોઈએ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. ત્યારે આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડોકટરોની હડતાળના લીધે દર્દીઓ પરેશાન થાય છે. પણ કેટલાક મોટા કેન્દ્રો અને વડગામમાં વૈકલ્પિક વ્યવસ્થારૂપે કોન્ટ્રાક્ટ પરના ડોકટરો પ્રાથમિક સારવાર કરી રહ્યા છે. જેથી આવતા દર્દીઓને સારવાર મળી રહે છે.
source – nav gujarat samay
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper