સરકારી કોલેજ થરાદ દ્વારા NSS ના કાર્યશીલ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

0
557

સરકારી કોલેજ થરાદ દ્વારા NSS ના કાર્યશીલ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે તારીખ ગતરોજ એન.એસ.એસના વિદ્યાર્થીઓનું અધ્યાપકો દ્વારા સન્માન કરવામાં આવ્યું, આ વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન થયેલી કોલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ તો લીધો જ પણ સાથે સાથે એચ.એન.જી.યુની વિવિધ કોલેજોમાં જઇને પણ અત્રેની કોલેજનું નામ રોશન કર્યું તે બદલ સર્ટીફીકેટ ઉપરોક્ત ચાર વિદ્યાર્થીઓને આપી સન્માનિત કર્યા હતા. જેમાં સેમેસ્ટર- ૬ના પ્રજાપતિ નયનાબેન અને પ્રજાપતિ હિનાબેન, સેમ-૪ ના ખત્રી વિજયભાઈ તથા બી.કોમ સેમ- ૪ ના દરજી કિરણભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ એન.એસ.એસના બંને યુનિટના બંને પ્રોગ્રામ ઓફિસરો પ્રા.ભાવિક ચાવડા અને પ્રા.મુકેશ રબારીની સાથે સાથે ઇતિહાસ વિભાગના પ્રા.અશોક વાઘેલાએ આ પ્રવૃત્તિને બિરદાવી હતી.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here