સરકારની નવી નીતિ મૂકશે અમલમાં : ગાડીની નંબર પ્લેટ જોઈ પૈસા કપાશે, ટોલ પ્લાઝા હટી જશે

0
34

દેશ ના તમામ ટોલ પ્લાઝા પર અવાર નવાર ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાતી હોય છે. જેથી,વાહન ચાલકોને સમય નો બગાડ થતો હોય છે. આ સમસ્યા દૂર કરવા માટે સરકારે એક વર્ષ પહેલા FASTag લાવી હતી. આગામી સમયમાં નાગરિકો ને ટોલ પ્લાઝામાંથી મુક્તિ મળી શકે છે.

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે હવે ટોલ પ્લાઝાને હટાવવાની અને કેમેરા લગાવવાની યોજના લાગુ કરવામાં આવનાર છે, જે નંબર પ્લેટ વાંચી અને  સીધા ખાતામાંથી પૈસા કપાઇ જશે.ANPR કેમેરા ઉપરાંત, સરકાર ટોલ કલેક્શન માટે GPS ટેક્નોલોજી લાવવાનું પણ વિચારી રહી છે.

સરકાર આગામી સમયમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પરથી તમામ ટોલ પ્લાઝાને દૂર કરવાની યોજના બનાવી રહી છે. ટોલ પ્લાઝાને બદલે હાઇવે અને એક્સપ્રેસ વે પર ઓટોમેટિક નંબર પ્લેટ રીડર્સ એટલે ANPR કેમેરા લગાવવામાં આવશે.હાઇવે પરથી કાર પસાર થતાંની સાથે જ ત્યાં લગાવવામાં આવેલા ખાસ કેમેરા કારની નંબર પ્લેટ વાંચશે અને ટોલ ચાર્જ વાહન માલિકના લિંક્ડ બેંક એકાઉન્ટમાંથી સીધો જ કાપી લેવામાં આવશે.

આ કેમેરા 2019 પછી આવનારા વાહનોની નંબર પ્લેટ જ વાંચી શકે છે.

આ માટે વાહનોમાં હાઈ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એટલે કે HSRP હશે. આવી નંબર પ્લેટ પરથી વાહન સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ થઈ શકે છે. સરકારે 2019માં જ આ ખાસ નંબર પ્લેટ લગાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારબાદ સરકારે તમામ પેસેન્જર વાહનોને કંપની ફીટ કરેલી નંબર પ્લેટ લગાવવાનો આદેશ આપ્યો હતો. આગામી સમયમાં તમામ વાહનોની જૂની નંબર પ્લેટને બદલે  HSPR એટલે કે નવી નંબર પ્લેટ લગાવવાની યોજના લાગુ કરવામાં આવનાર છે.

આ યોજના થી ટોલ ઓછો ચૂકવવો પડશે.અને પ્લાઝા પર ટ્રાફિક જામથી પણ મુક્તિ મળશે.

ભલે બે ટોલ પ્લાઝા એકબીજાથી 60 કિમીના અંતરે આવેલા હોય, પરંતુ તમારે સંપૂર્ણ ટોલ ચૂકવવો પડશે. જો તમે માત્ર 30 કિલોમીટર માટે હાઈવેનો ઉપયોગ કરો છો, તો નવી ટેક્નોલોજીની મદદથી તમારે માત્ર અડધી કિંમત ચૂકવવી પડશે.

FASTag થી  દેશભરના ટોલ પ્લાઝા પર ટ્રાફિકની સમસ્યાને ઘટાડવામાં મદદ કરી છે, પરંતુ હજુ પણ ટ્રાફિક સંપૂર્ણ રીતે દૂર થયો નથી, કારણ કે ડ્રાઇવરે FASTag દ્વારા ચૂકવણી કર્યા પછી પણ ટોલ ગેટ પસાર કરવો પડે છે, જે સમય લે છે.

લોકસભામાં ગડકરીના જણાવ્યા અનુસાર, હવે દેશમાં કુલ ટોલ કલેક્શન (લગભગ 40 હજાર કરોડ)માંથી 97% FASTag દ્વારા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. બાકીના 3% લોકોએ રોકડમાં ચૂકવણી કરવાને કારણે વધુ ટોલ ચૂકવવો પડે છે.

આ યોજનાને લાગુ કરવાના માર્ગમાં આ સૌથી મોટો પડકાર છે. વાસ્તવમાં, ભારતીય કાયદામાં ટોલ ટેક્સ ન ભરનાર પર દંડ લાદવાની કોઈ જોગવાઈ નથી. સરકાર ટૂંક સમયમાં આને લગતું બિલ લાવવાનું વિચારી રહી છે.

ગડકરીએ હાલમાં જ આ મુદ્દે કહ્યું – ‘ટોલ પ્લાઝા પર પેમેન્ટ ન કરનાર વાહન માલિકને સજા કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. આપણે તેને કાયદાના પહોંચમાં લાવવાની જરૂર છે.

નવા પ્રોજેક્ટના ANPR કેમેરાને નંબર પ્લેટ પરના 9 નંબરો વાંચવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, પરંતુ જો નંબર પ્લેટ પર બીજું કંઇ લખેલું હશે તો કેમેરા તેને વાંચી શકશે નહીં.આ પ્રોજેક્ટના એક્સપ્રેસ વે પર ટ્રાયલ દરમિયાન, કેમેરા લગભગ 10% નંબર પ્લેટ વાંચી શક્યો ન હતો, કારણ કે તેમાં 9 નંબરો સિવાય અન્ય શબ્દો અથવા સંખ્યાઓ હતી. કેમેરા તે નંબર પ્લેટ વાંચી શકતો ન હતો કે જેના પર નોંધણી નંબર સિવાય, અન્ય કોઈ નંબર અથવા શબ્દ જેમ કે ભારત સરકાર/દિલ્હી સરકાર અથવા ભગવાન અથવા જાતિના નામ લખેલા હોય.

ઉપરાંત, ટ્રકોની નંબર પ્લેટ ગંદી હોય છે અથવા છુપાયેલી હોય છે. આ કેમેરાઓને આવી ટ્રકોની નંબર પ્લેટ વાંચવામાં મુશ્કેલી પડી હતી.

આ યોજનાના અમલીકરણની તારીખ અંગે સરકારે હજુ સુધી કોઈ માહિતી  નથી. જો કે, આ યોજનાની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. આગામી 6 મહિનામાં તેનો અમલ થવાની સંભાવના છે. ગડકરીએ કહ્યું છે કે સરકાર આ યોજનાને લાગુ કરવા માટે નવું બિલ પણ લાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here