માનવ, પર્યાવરણને કેટલી અસર થઈ તે અંગેનો રિપોર્ટ કલેક્ટર, NGTને આપશે
સચિન જીઆઈડીસીમાં ગેરકાયદેસર ઝેરી કેમિકલ ઠાલવવાના પ્રકરણમાં 6 નિર્દોષ શ્રમજીવીઓના મોત નિપજ્યા હતાં જ્યારે 23ને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. આ દુર્ઘટનામાં બ્રેકીશ વોટર રિસર્ચ સેન્ટરની પિટિશનનો લેખિત ઓર્ડર જાહેર કર્યો છે. જેમાં દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બી.સી.પટેલના નેતૃત્વ હેઠળન 9 સભ્યોની તપાસ કમિટી બનાવાઈ છે.
આ કમિટી દ્વારા 2 મહિનામાં પર્યાવરણ, માનવ અને જીવસૃષ્ટીને કેટલું નુકસાન થયું છે તેનો રિપોર્ટ તૈયાર કરીને કલેકટર અને એનજીટીને આપવામાં આવશે. તેમાં જે કસૂરવાર ઠરશે તેમણે કરોડો રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. 9 સભ્યોની કમિટીમાં નેશનલ હ્યુમન રાયટ્સ કમિશનના પૂર્વ ચેરમેન અને જમ્મુ કાશ્મીર તથા દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ બી સી પટેલ, પર્યાવરણ મંત્રાલયના સભ્ય, સીપીસીબીના સભ્ય, જીપીસીબીના સભ્ય, ઔધોગિક વિભાગના સભ્ય, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના સભ્ય, એસએસપી સુરત, કેમિકલ એન્જિનિરીગ વિભાગ આઈઆઈટીના સભ્ય અને જિલ્લા કલેકટર સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
માફિયાઓએ કેમિકલના 2 ટેન્કર સચીન ખાડીમાં ઠાલવી 8.50 લાખની કમાણી કરી
સચિન ગેસકાંડમાં વધુ એક ગુનો દાખલ થયો છે. કેમિકલ માફીયાઓએ 2 ટેન્કરો ખાડીમાં ઠાલવી 8.50 લાખની કમાણી કરી હતી. બે નંબરમાં ઝેરી કેમિકલ નિકાલમાં કરવામાં વડોદરાની સંગમ એનવાયરો પ્રા.લિના 3 ભાગીદારો તેમજ પ્રેમસાગર અને તેનો ભાઈ સંદીપ ગુપ્તા મહિને લાખોની કમાણી કરતા હતા. બબલુ પકડાય તો રહસ્યો ખુલી શકે છે. કેમ કે બબલુ હસ્તક ટેન્કરો પ્રેમસાગર ગુપ્તા પાસે નિકાલ માટે સચીન આવતા હતા.
થોડા દિવસો પહેલા ડીસીબીએ વિશાલ અને પ્રેમસાગરને લઈ ઘટનાનું રીકંન્ટ્રકશન કરાવ્યું હતું. કેસની તપાસ હવે એસઓજી પીઆઈ આર.એસ.સુવેરાને સોંપાઈ છે. ક્રાઇમબ્રાંચે સંદીપ ગુપ્તાના ભાઈ પ્રેમસાગર, જયપ્રતાપ તોમર, વિશાલ યાદવ, વડોદરાની સંગમ એનવાયરોના ભાગીદારોમાં આશીષ ગુપ્તા, મૈત્રી વેરાગી, નિલેશ બહેરા, સુરેન્દ્રસીંગ અને બબલુ સામે ગુનો નોંધાયો છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper