શ્રીકૃષ્ણ જન્માષ્ટમી : આ વર્ષે જન્માષ્ટમી બે દીવસ 18 મી અને 19 મી ઓગસ્ટ રહેશે

0
76
  • આ વર્ષે જન્માષ્ટમી સમયે ધ્રુવ અને વૃદ્ધિયોગ રહેવાને કારણે જન્માષ્ટમી ૨ દિવસ ઍટલે કે પુરીમાં ૧૮ ઓગસ્ટે અને મથુરા, વૃદાવન, દ્વારકામાં ૧૯ મી ઓગસ્ટે ઉજવવામાં આવશે.
  • ૧૯ ઓગસ્ટે શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે
  • ૧૮ મી ઓગસ્ટે આઠમ તિથિના કારણે જગન્નાથ પુરીનાં મંદિરમાં ગુરુવારના રોજ શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.

આ વર્ષે જન્માષ્ટમી બે દિવસ રહેશે. કેટલાંક પંચાંગમાં જન્માષ્ટમી પર્વ ૧૮ ઓગસ્ટે તો કેટલાકમાં ૧૯ ઓગસ્ટના રોજ ઊજવવાની સલાહ આપવામાં આવી છે. શ્રીકૃષ્ણનો જન્મ આઠમ તિથિ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો અને આ બંને યોગ શુક્રવાર, ૧૯ ઓગસ્ટના રોજ રહેશે, એટલે મથુરા, વૃંદાવન અને દ્વારકામાં ૧૯ ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઊજવવામાં આવશે. કૃષ્ણ તીર્થોમાં ૧૯મીએ આ પર્વ હોવાથી આ તારીખે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઊજવવી વધારે શુભ રહેશે. અખિલ ભારતીય વિદ્વત પરિષદ અને કાશી વિદ્વત પરિષદનું કહેવું છે કે ૧૮મીએ આઠમ તિથિ સૂર્યોદય સમયે નહીં, પરંતુ રાત્રે હશે, સાથે જ ૧૯ તારીખે આઠમ તિથિમાં દિવસની શરૂઆત થશે અને રાત્રે પણ રહેશે, એટલે ભગવાનનો જન્મોત્સવ શુક્રવારે જ ઊજવવો વધુ શ્રેષ્ઠ રહેશે. શ્રીકૃષ્ણનું જન્મ નક્ષત્ર રોહિણી પણ રાત્રે જ રહેશે. ઉત્તર ભારતના મોટા ભાગનાં રાજ્યોમાં ૧૯ ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.

શ્રીકૃષ્ણનો જન્મ આઠમ તિથિ અને રોહિણી નક્ષત્રમાં

પંચાંગ પ્રમાણે ૧૮ ઓગસ્ટના રોજ રાતે ૯.૩૦ વાગ્યાથી આઠમ તિથિ શરૂ થઈ જશે. આ દિવસે ધ્રુવ અને વૃદ્ધિ યોગ પણ બની રહ્યા છે. આઠમ તિથિ ૧૯ ઓગસ્ટ રાતે ૧૧ વાગ્યા સુધી રહેશે. એવામાં થોડા લોકો ૧૮ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનું વ્રત રાખશે અને પૂજા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here