શ્રાવણ માસમાં શામળાજી મંદિરમાં ભગવાનનાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ

0
92

શ્રાવણ માસ એટલે હિન્દુ સમાજ માટે પવિત્ર માસ

આ શ્રાવણ મહિનામાં ધાર્મિક ઉત્સવો અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. યાત્રાધામ શામળાજી મંદિરમાં શ્રાવણ માસમાં અલગ-અલગ પદાર્થો જેવા કે ફળફળાદી, સૂકોમેવો, શાકભાજી અને રંગબેરંગી ફૂલોના હિંડોળાના દર્શન યોજાય છે. ત્યારે શ્રાવણ માસની શરુઆતમાં ભગવાન શામળિયાને અલગ-અલગ જાતના રંગબેરંગી ફૂલ લાવીને સોના ચાંદી જડિત હિંડોળાને ફૂલની ગૂંથણીથી સજાવવામાં આવે છે અને તેમાં ઠાકોરજીનું બાળ સ્વરૂપ બિરાજમાન કરી ભગવાન શામળિયાને પૂજારી દ્વારા ખૂબ શ્રદ્ધા અને ભાવથી જુલાવવામાં આવે છે.

આમ, શ્રાવણ મહિનો એ યાત્રાળુઓ માટેનું પવિત્ર ધામ છે 

ભગવાન  શામળિયાને અલગ અલગ વસ્ત્ર અલંકાર સહિત સોળે શણગારથી સજાવવામાં આવે છે.શામળાજીમાં દરરોજ કાળિયા ઠાકરના અલગ અલગ મનોરથના દર્શન યોજાય છે. આ મનોરથના દર્શન પૃષ્ટિ માર્ગના નિયમો મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here