શ્રાવણ માસ એ શિવજીનો પ્રિય મહિનો છે
શ્રાવણ માસમાં શિવ પૂજાની સાથે-સાથે વૃક્ષારોપણ કરવાનું અને દાન કરવાનું પણ અનેરું મહત્વ છે
શ્રાવણ માસ માં શિવજીના બધા મંદિરો હર હર મહાદેવનાં નામ થી ગૂંજી રહ્યા છે. શિવ પુરાણમા કહેવામાં આવ્યું છે કે, શ્રાવણ મહિનામાં દાન -પુણ્ય કરવાથી સુખ, શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. તો અન્ય પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે, શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા સાથે સાથે વૃક્ષો અને છોડને રોપવા અને દાન કરવાથી અન્ય દેવતાઓ અને પૂર્વજો પણ પ્રસન્ન થાય છે ને આશીર્વાદ આપે છે
શ્રાવણ મહિનામાં નીચેની વસ્તુઓનું દાન કરવામાં આવે છે
આ મહિનામાં રુદ્રાક્ષ, દૂધ, ચાંદીના નાગ, ફળોના રસ અને આમળાનું દાન કરવાથી જાણતા-અજાણતાં થયેલા પાપોનો અંત આવે છે. આ સાથે જ શ્રાવણ મહિનામાં વૃક્ષારોપણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. દાન કરવાથી વ્યક્તિ શ્રેષ્ઠ અને સદાચારી બને છે. અને તેને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
દીવાનું દાન કરવાથી પ્રાપ્ત થતું ફળ
શ્રાવણ મહિનામાં દરરોજ દીવાનું દાન કરવાનું પણ અનેરૂ મહત્વ બતાવવામાં આવ્યું છે. દિવો એટલે કે જ્ઞાન પ્રકાશ. પ્રકાશ ફેલાવવાની પ્રેરણા દિવાની પુજામાં છે. આનો અર્થ એ છે કે આપણે શિક્ષણ અને દાનના ક્ષેત્રમાં નિશ્ચય સાથે પ્રવેશ કરવો જોઈએ, જેથી ભગવાન શિવની કૃપા બની રહે છે.
શિવજીના પ્રિય જાડ વાવવાથી મળતું પૂણ્ય
શ્રાવણ મહિનામાં બિલ્વપત્ર, શમીપત્ર, શિવલિંગી, અશોક, મદાર અને આમળાનું વાવેતર કરવાથી ભગવાન શિવજી આપણી પર પ્રસન્ન થાય છે. આ સાથે દાડમ, પીપળ, વડ, લીમડો અને તુલસીનું વાવેતર કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. રોપા વાવવાની સાથે આ વૃક્ષો અને છોડનું દાન કરવાથી પણ સમાન પુણ્ય મળે છે.
.