કોરોના કાળમાં પણ ધુણીની ભભૂતિએ અસર કરી : વિદેશના ભકતો પણ આ ધુણીને લઈ જાય છે
કૈલાસ ટેકરી ખાતે આવેલ ધુણીનો મહિમા અપરંપાર છે. કૈલાસ ટેકરી પરની ધૂણીએ ભક્તોને મોતના મુખમાંથી બચાવ્યા હોવાના દાખલાઓ જોવા મળ્યા છે. જેમાં કૈલાસ ટેકરી ખાતે ગુરુ વાઘપુરી બાપુ અને ગુરુ ઉમેદપુરી બાપુ થઈ ગયા. કૈલાસ ટેકરી ખાતેની આ ધૂણી ની ભભૂતી લેવા માટે દેશ વિદેશમાંથી ભાવિક ભકતો અહી આવે છે. ગુરુ પુર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ દર્શન કર્યા હતા અને ધૂણીની ભભૂતીના પણ દર્શન કરી ગુરુપૂર્ણિમામાં ગુરુના આશીર્વાદ લીધા હતા.
700 વર્ષ જૂની ધૂણીનો ઈતિહાસ
આ અંગે પૂછતા મંદિરના સેવક વિષ્ણુભાઈ પટેલ (માસ્તર) એ જણાવ્યું હતું કે સદુથલા ગામે કૈલાસ ટેકરી પર આશરે 700 વર્ષ પહેલાં સૌપ્રથમ વાઘપૂરી મહારાજે ટેકરી પર છાણું સળગાવ્યું હતું. જ્યાં વધેલું છાણુ જમીનમાં દાટી ફરીથી બે ત્રણ માસ પછી વાઘપુરી મહારાજ આ જગ્યા પર આવ્યા ત્યારે છે છાણુ અચાનક સળગતું જોયું. તેથી આ જગ્યાને પ્રભાવી સમજી આ જગ્યા પર તપ કર્યું. ત્યારપછી જે જગ્યાએ છાણુ દાટેલું તે જ 700 વર્ષ જૂની ધૂણી છે જે આજે પણ ચાલુ છે અને ભાવિક ભક્તો દેશ વિદેશમાં લઈ જાય છે.
કૈલાસ ટેકરી પર ઉમેદપૂરી બાપુનો મહિમા
ઉમેદપૂરી મહારાજ વિસનગરના ગુંદીખાંડ વિસ્તારમાં તપ કરી દર ગુરુવારે અને પૂનમે સદુથલા કૈલાસ ટેકરી પર આવતા અને એક જ જોલીમાંથી પૈડાં ની પ્રસાદ આપતા હતા જે ક્યારેય ખૂટતી ન હતી. ચૈત્ર સુદ તેરસ 1964માં તેમની સમાધિ લેવામાં આવી હતી. આજે પણ તે હયાત હોવાનું માનવામાં આવે છે.
સિવિલમાં ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા ધૂણી ની દયાથી કઈ થયું નથી – ભાવિક ભક્ત
વિસનગર તાલુકાના સદુથલા ગામના પટેલ બાબુભાઈ ને 42 વર્ષ પહેલાં કેન્સર ની બીમારી થઈ હતી. આ બીમારીમાં તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કૅન્સર વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરો દ્વારા હાથ ઊંચા કરી કહ્યું હતું કે ઘરે લઈ જઈ સેવા કરો ત્યારે બાબુભાઈ ને કૈલાસ ટેકરી ની ધૂણી થી કેન્સર જેવી બીમારી પણ હારી ગઈ હતી અને આજ દિન સુધી તેમને કોઈ પણ પ્રકારનો રોગ કે બીમારી થઈ નથી તેવું બાબુભાઈ પટેલે જણાવ્યું હતું.
ગુરુ મહારાજની દયાથી નવું જીવન મળ્યું – રામપુરી બાપુ
કૈલાસ ટેકરી ખાતે નાના બાપુ તરીકે રામપુરી બાપુ સેવા આપી રહ્યા છે. રેવાપુરી બાપુએ જણાવ્યું હતું કે તેમને ભયંકર શ્વાસ ચડતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ માં 108 મારફતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કરેલ પછી વડનગર લઈ ગયા જ્યાં મને ધૂણી અને મહારાજની દયાથી નવું જીવન મળ્યું હતું.
ગુરૂપૂર્ણિમા ના દિવસે પ્રયાગપુરી મહારાજના આશીર્વાદ લીધા
સદુથલા કૈલાસ ટેકરી ખાતે 60 વર્ષથી ગુરુ પૂર્ણિમાનો મેળો ભરાય છે. જેમાં આજે ગુરૂપૂર્ણિમા ના દિવસે 1 લાખથી વધુ ભાવિક ભક્તોએ ઉમેદપુરી મહારાજ અને પ્રયાગપૂરી મહારાજના દર્શન કર્યા હતા.