ઉભરાતી ગટરના ગંદા પાણીના પગલે રોગચાળો ફેલાવાની ભીતિ,સ્થાનિકો ના પગમાં ફોલ્લા પડ્યાં
વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર ની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ
નગરપાલિકા ની વ્હાલા દવાલા ની નીતિ આવી સામે
ગરીબ ભોળી પ્રજાની પરેશાની સામે નગરપાલિકા સત્તાધીશો ના આંખ આડા કાન..
વિસનગર કડા દરવાજા બહાર બહુચર માતાજી મંદિર ની બાજુ મા વોર્ડ નંબર 8 છેલ્લા 15 દિવસ થી ગટર નો પ્રશ્ન છે જેનો અત્યાર સુધી કોઈ ઉકેલ કરવામા આવ્યો નથી
અહીના સ્થાનિક રહીશો એ નિર્ભય માર્ગ ન્યુઝ નો સંપર્ક કરાતા નિર્ભય માર્ગ ન્યુઝ ટીમ સ્થળ ની મુલાકાત લેતા ત્યાંના રહીશો એ જણાવ્યુ હતુ કે છેલ્લા 15 દિવસ થી ગટર નુ પાણી ઉભરાય છે અહીના પાલિકા ના ભાજપ ના ચૂંટાયેલા અને પક્ષ ના નેતા અમાજી ઠાકોર ને અવાર નવાર રજૂઆતો કરવા છતાંય આ ગટર ના ગંદા પાણી નો કોઇ નિકાલ આજ દિન સુધી કરવામા આવ્યો નથી. રોડ ઉપર ચાલવાથી આ ગંદા પાણીથી બાળકો અને યુવાનો અને મહિલાઓના પગમાં ફોલ્લા પડી જવાથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
વોર્ડ નમ્બર 8 માં પીવાના પાણી,ગટર ,જાહેર શૌચાલય જેવા અનેક પ્રશ્નો હાલમાં જોવા મળી રહ્યા છે પણ જેનો કોઈ ઉકેલ આવતો નથી.
આ બાબતે નગરપાલિકા સભ્ય અમાજી ઠાકોર નો મોબાઇલ થી સંપર્ક કરાતા એમ જણાવ્યુ હતુ કે મને આ સમસ્યાની જાણ છે પરંતુ નગર પાલિકામાં રજાઓ હોવાથી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી,આવી રીતે નગરપાલિકાનો લૂલો બચાવ કર્યો હતો.અહીના સ્થાનિકો એ જણાવ્યુ હતુ કે આ વિસ્તારમા ઘણા વર્ષો થી આવા અનેક પ્રશ્નૌ છે પણ યોગ્ય ન્યાય નથી મળતો તો શુ ઠાકોર સમાજ નો ફક્ત વોટ માટે જ ઉપયોગ કરવામા આવે છે.
અહેવાલ…ભરતસિંહ ઠાકોર…વિસનગર