વિસનગર એપીએમસી ખાતે વિસનગર તાલુકા અને શહેર મંડલ ભાજપની બેઠક યોજવામાં આવી હતી. જેમાં માઈક્રો ડોનેશન પેજ સમિતિ અને આગામી કાર્યક્રમો ને અનુલક્ષી સરચના અંગે માર્ગદર્શન આપવાનું આવ્યું હતું. તેમા જિલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ, શહેર પ્રભારી જગદીશભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઇ પટેલ, ઝોન પ્રભારી શૈલેષભાઇ,તાલુકા પ્રભારી માધુભાઈ પટેલ, નેહાબેન મંત્રી, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઇ પટેલ,જિલ્લા પદાધિકારીઓ,મંડલ પ્રમુખો, મહામંત્રીઓ અને મંડલ હોદેદારો જિલ્લા, તાલુકા સદસ્યશ્રીઓ અને મંડળ મોરચાના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.