મહેસાણા,
આરોપી ધરપકડથી બચવા રાજ્યની જુદી જુદી જગ્યાએ ફરતો હતો
મહેસાણા જિલ્લાના વિસનગર અને વડનગર પંથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતા 22 વર્ષીય આરોપીને બાતમી આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિસનગર ખાતેથી ઝડપી લીધો હતો. આરોપી ધરપકડથી બચવા ગુજરાતના અલગ અલગ સ્થળે ભટકતો હોવાનું સામે આવ્યું છે.
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ વિસનગર પંથકમાં પેટ્રોલિંગ પર હતી, એ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિસનગર અને વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતો આરોપી હાલમાં લાવરિસ સ્ટેન્ડ પાસે ઉભો છે.
બાતમી આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોર્ડન કરીને આરોપી આકાશબાબુજી ઠાકોરને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપી ઘરફોડ ગુનાનો વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું. તેમજ પોતાની ધરપકડથી બચવા ગુજરાતના અલગ અલગ સ્થળે ફરતો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઈસમને ઝડપી વધુ તપાસ માટે વિસનગર પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper