વિસનગરમાં વર્ષોની પાણી ભરાવાની સમસ્યા દૂર થશે??

0
87

કાંસા.એન. એ વિસ્તારના ગુરુકુળ સ્કૂલ આગળ વરસાદી પાણી ભરાયુ, ગાડી પણ ન નીકળે તેવી સ્થિતિ સર્જાઈ

પંચાયતે પાણી દૂર કરવા પાઇપલાઈન નાખી, પરંતુ પાણીની સમસ્યા દૂર ના થઈ

વિસનગર ના કાંસા.એન. એ વિસ્તારમાં આવેલ આઇટીઆઇ ચોકડી થી રામદેવ પીર મંદિર જવાના રોડ પર ગુરુકુળ જવાના રોડ પર ઢીંચણ સમાં પાણી ભરાયા હતા. ગુરુકુળ સ્કૂલ ના ગેટ આગળથી ગાડી પણ ન નીકળી શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં કેટલી નાની ગાડીઓ રોડ પરથી નીકળી અધવચ્ચે થી પાછી ફરી હતી. વધારે પડતું વરસાદી પાણી ભરાઈ જતાં ચાલીને આવવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વર્ષોથી પાણી ભરાવાની આ સમસ્યા ક્યારે દૂર થશે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.

પાણી વધારે ભરાયુ હોવાથી વખો પડી ગયો છે : સ્થાનિક

આ અંગે વરસાદી પાણીમાંથી પસાર થતા સ્થાનિકે જણાવ્યું હતું કે બહુ પાણી ભરાઈ ગયું છે વખો પડી ગયો છે.છેક ઘરો સુધી પાણી ભરાયુ છે. શરીરના ઢીંચણ સમુ પાણી આવી રહ્યું છે. વર્ષોથી આ પાણી ભરાય છે. આ પાણીનો કોઈ નિકાલ જ આવતો નથી.

ગાડીઓ પણ અધવચ્ચેથી પાછી ફરી

કાંસા.એન. એ વરસાદ થતા ગુરુકુળ સ્કૂલ આગળ પાણી ભરાઈ જવાથી આઇટીઆઇ ચોકડી તરફથી ઊંઝા તરફ જતી નાની ગાડીઓ પણ સવારે નીકળી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અમુક ગાડીઓ તો રોડ પર અધવચ્ચે થી પરત ફરી હતી.

આ અંગે કાંસા. એન. એ ના સરપંચ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ પૂરતું પાણી નીકળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પહેલા રામદેવ પીર મંદિર આગળ થી પાણી પહેલા ઊંઝા તરફની ગટર લાઈનમાં જાય છે પછી આ પાણી અંદર જાય છે. જો વધારે નીચી પાઇપલાઇન નાખવામાં આવે તો પાણી બીજી તરફ ભરાવાની શક્યતાઓ રહેલી છે. હાલમાં જે પાઇપલાઇન નાખેલી છે તેના લેવલમાં જ પાઇપલાઇન નાખવામાં આવે તો પાણી ભરવાની શક્યતા રહેશે નહિ.તો આ પાણીના કાયમી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની પાઇપલાઇન નાખવામાં આવશે અને તેનું ટેન્ડરીંગ પણ થઈ ચૂક્યું છે. જેનુ નવરાત્રી આજુબાજુ આ કામ પૂર્ણ થઈ જશે અને પાણી ભરાવાની સમસ્યા સર્જાશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here