વિસનગરમાં આજે અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથજીની 41 મી ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળી હતી. વિસનગરમાં હરિહર સેવા મંડળ ખાતેથી ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી ઋષિકેશ ભાઈ પટેલના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જય રણછોડ ના ગગન ભેદી નારા સાથે હરિહર સેવા મંડળ ઋષિકેશ પટેલે મહાઆરતી કરી રથનું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું.
અષાઢી બીજ નિમિત્તે હરિહર સેવા મંડળ ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનાર તમામ લોકોને પાંચ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિસનગરમાં આજે 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા. સતત 2 વર્ષથી કોરોના મહામારી ના કારણે રથયાત્રા બંધ રાખવામાં આવી હતી. જેમાં મંદિરના પ્રાગણ માં આરતી કરી દર્શન નો લાભ લેતા હતા. આ વર્ષ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના અનેક વિસ્તારોમાં આજે રથયાત્રા ફરી હતી. વિસનગરમાં હરિહર સેવા મંડળ ખાતેથી નીકળી માયા બજાર, લાલ દરવાજા, પટણી દરવાજા, નૂતન હાઇસ્કુલ , જી.ડી.હાઇસ્કુલ, ત્રણ ટાવર થઈને સાંજે હરિહર સેવા મંડળ ખાતે પરત ફરી હતી. વિસનગરના શહેરના અનેક વિસ્તારોમાં સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિસનગરમાં નીકળેલી રથયાત્રા માં 40 મંડળીઓ તેમજ અલગ અલગ સાંસ્કૃતિક પ્રવુતિઓ પણ કરવામાં આવી હતી. જેમાં પ્રાચીન સાંસ્કૃતિક કરતબો એ મંત્ર મુગ્ધ કરી દીધા હતા. જેમાં 10 ઉંટલારી, 25 ટ્રેકટર અને 2 ડી.જે સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અષાઢી બીજ નિમિત્તે નીકળેલી વિસનગરની રથયાત્રામાં વિસનગર ની પોલીસ કાફલો પણ સાથે રહ્યો હતો. જેમાં પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા માં શાંતિ રહે તે માટેનું કામ કર્યું હતું. પોલીસ જવાનો પણ ખડેપગે રહ્યા હતા. પોલીસની કામગીરી પણ પ્રસંશનીય રહી હતી. આમ.વિસનગરમાં નીકળેલી રથાયત્રમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અહેવાલ…. વિજય ઠાકોર વિસનગર
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper