ઈડર શહેર ની ખાનગી હોટલ ખાતે સોશીયલ મીડીયા થકી ફસાવેલ યુવક ને બોલાવી બે યુવતીઓ અને પાંચ યુવાનોની સાંઠગાંઠ થી વિસનગર તાલુકા નો યુવાન આંધળા પ્રેમ માં હનીટ્રેપ નો શિકાર બન્યો…
સોશીયલ મીડીયા થકી એક યુવાન સાથે બે યુવતીઓએ બાંધ્યો પ્રેમ…યુવાન ને વિશ્ર્વાસ લઇ મળવા માટે 80 કિલોમીટર દૂર બોલાવ્યો…ઈડર ની ખાનગી હોટલ ખાતે યુવાન ને રૂમ માં બોલાવી બે યુવતીઓએ માન્યું શરીર સુખ…શરીર સુખ માની યુવાન ને કરાયો બ્લેક મેઇલ…યુવાને 50 હજાર રોકડ અને લઈને આવેલ ગાડી પણ આ ગેંગ ની આપી દીધી…
સાબરકાંઠા જિલ્લા નાં ઈડર પોલીસ મથકે મોડી રાત્રે હનીટ્રેપ ની ફરીયાદ નોંધાતા સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામી છે સોશીયલ મિડીયા અને આઘુનિક ટેકનોલોજી નાં યુગ માં લોકો સાથે ઓનલાઇન છેતરપીંડી ના કિસ્સા અવાર નવાર સામે આવતા હોય છે ત્યારે ઈડર ખાતે બે યુવતીઓએ અન્ય પાંચ યુવાનોનો સાથ લઈ વિસનગર તાલુકા ના કોસા ગામ ના યુવાન ને સોશીયલ મિડીયા નાં પ્લેટફ્રોમ દ્વારા પહેલા વાત કરી અને યુવાન ને વિશ્ર્વાસ માં લઇ તેની સાથે મુલાકાત કરવા માટે તેના ગામ થી આશરે 80 કિલોમીટર નાં દૂર અંતરે બોલાવ્યો જે યુવતીઓએ પહેલા થીજ યુવક ને લુંટવાનો અને હનીટ્રેપ નો શિકાર બનાવવાં નું ગુછડું ત્યાર કરી નાખ્યું હતું સોશીયલ મિડીયા થકી પ્રેમમાં પાગલ થયેલ યુવાન મળેલ એડ્રેસ ની હોટલ ખાતે પહોંચી ગયો હતો જ્યાં હોટલ ની રૂમ માં યુવતીઓએ યુવક ની સાથે વાતો કરી વિશ્ર્વાસ માં લઇ તેની સાથે શરીર સુખ માણ્યું અને ત્યાર પછી તે યુવાન ને ઈડર થી દુર પોળો ફોરેસ્ટ તરફ લઈ જવામાં આવ્યો ત્યાં પ્લાન મુજબ યુવાન ને ગડદા પાટુ નો મારમારી એ.ટી.એમ માં રહેલ 50 હજાર જેટલી રકમ ઉપાડી લીધી આંધળા પ્રેમ માં પાગલ યુવાન લઇને આવેલ ભ્રેજા ગાડી પણ 10 લાખ માં ગીરવી લેવાં આવી ત્યારે આ સમગ્ર મામલો ઈડર પોલીસ મથકે પહોંચતા ઈડર પોલિસે હનીટ્રેપ ની ફરીયાદ નોધી બે યુવતી અને પાંચ યુવાનોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે…
રિપોર્ટર :- માલજીભાઈ દેસાઈ સાબરકાંઠા