જેમાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલની સાથો સાથ નવીન RT-PCR ટેસ્ટિંગ લેબ, નવીન ડાયાલિસિસ સેન્ટર અને ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.
જે પ્રસંગે વિરમગામ મતવિસ્તાર ના સુરેન્દ્રનગર લોકસભા ના સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા તેમજ માનનીય રાજયકક્ષાના કેન્દ્રીય મંત્રીશ્રી,આયુષ મંત્રાલય તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રાલય સહિત રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષા બેન સુથાર તેમજ વિરમગામ ના ધારાસભ્ય શ્રી લાખાભાઇ ભરવાડ, પુર્વ ધારાસભ્ય શ્રી તેજશ્રીબેન પટેલ , પુર્વ ધારાસભ્ય શ્રી વજુભાઈ ડોડીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી ચેતનભાઈ રાઠોડ, ઉપપ્રમુખ શ્રી દીપાબેન મિલનભાઈ ઠક્કર સહિત શહેર ભાજપ ના હોદ્દેદારો – તાલુકા ભાજપ ના હોદ્દેદારો કાઉન્સિલરો લઘુમતી મોરચા ના સભ્યો – કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
હોસ્પિટલ નું લોકાર્પણ કરાયા બાદ દીપ પ્રાગટ્ય કરી જનસભા ને સંબોધન કરતા મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ કોરોના મહામારીના કપરા સમયમાં કોરોના યોધ્ધા સાબિત થયેલ કોરોના વોરિયર્સ – ડોક્ટરો નર્સિંગ સ્ટાફ સહિત પીએચસી સ્ટાફ ની કામગીરી ને બિરદાવી હતી અને વિરમગામની પ્રજાના હિતમાં હંમેશા ખડેપગે રહેશે તેવી ખાતરી આપી હતી .
અહેવાલ..જગદીશ રાવળ..માંડલ