આ વર્ષમાં યૂપી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારેજ યોગી સરકારે મોડી રાતે ૭ આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં ચૂંટણી આયોગની સૂચના પહેલા ૨ નવા પોલિસ કપ્તાનની નિમણૂંક કરવામાં આવી છે. વારાણસી અને ચિત્રકૂટ ધામ રેન્જના આઈજીને બદલી દેવામાં આવી છે. વારાણસી રેન્જના આઈજી એસકે ભગત ચિત્રકૂટ રેન્જના આઈજી બનાવવામાં આવ્યા છે. ચિત્રકૂટ રેન્જના આઈજી સત્યનારાયણના સ્થાને વારાણસી રેન્જના આઈજી બનાવવામાં આવ્યા છે. હરદોઈના એસપી અજયકુમારને હટાવીને વારાણસીના એસએસપી અને પોલિસ અધિક્ષક અભિસૂચના મુખ્યાલય લખનઉને હરદોઈના એસપી બનાવી દેવાયા હતા.
કાનપુર દેહાતના એસપી કેશવ ચૌધરીને બહરાઈચના કેપ્ટન બનાવાયા છે. તેમની જગ્યા પર એસપી ઈઓડબલ્યૂ સ્વપ્નિલ મમગાઈને કાનપુર દેહાતની કમાન સોંપી દેવામાં આવી છે. આ રીતે ૧૦૯૦માં તૈનાત ડીઆઈજી રવિશંકર છવિને ડીઆઈજી જેલ હેડક્વાર્ટર બનાવાયા છે. તો બહરાઈચની એસપી સુજાતા સિંહને એસપી ૧૦૯૦ બનાવવામાં આવ્યા છે જ્યારે કાનપુરમાં તૈનાત ડીસીપી સોમેન્દ્ર મીણાને એસપી પૂર્વી આગરા બનાવીને મોકલવામાં આવ્યા છે.
ચૂંટણી આયોગની તરફથી સરકારને પહેલા જ પોલિસ અને પ્રશાસનમાં કેટલાક ફેરફાર કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ પછી તેની પર કામ શરૂ કરાયું હતું. યૂપીમાં આઈપીએસ અધિકારીઓની બદલીનો સિલસિલો ચાલી રહ્યો છે. સૂત્રોના આધારે જલ્દી જ અન્ય જિલ્લામાં પણ અધિકારીઓની બદલીનું લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper