વિદ્યાનગરમાં કલ્પેશ સોલંકીએ વિઝા કન્સલટન્સીની ઓફિસ ખોલી છેતરપીંડી કરી

0
164
વિઝા કન્સલટન્સીની ઓફિસ ખોલી છેતરપીંડી કરી

ગુજરાતમાં વિદેશ જવાનું ઘેલુ હોવાથી ત્યાં વિદેશના નામે લોકો છેતરી જાય છે વિદ્યાનગરના કલ્પેશ સોલંકીએ લોટસ ઓવરસીસ એજ્યુકેશન નામની વિઝા કન્સલટન્સી નામની ઓફિસ શરૂ કરી છેતરપિંડીનો વેપલો શરૂ કર્યો હતો. પેટલાદના વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીનો બોગસ ઓફર લેટર આપી રૂ.૨.૨૦ લાખ ભરવા જણાવ્યું હતું. જાેકે, તેનો ભાંડો ફુટી ગયો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પેટલાદના ધર્મજ રોડ પર આવેલી રાધે ઉપવન સોસાયટીમાં રહેતા અને આણંદ ખાણ – ખનીજ વિભાગમાં ફરજ બજાવતાં પ્રમોદકુમાર ગઢવીનો પુત્ર હિમાંશુ (ઉ.વ.૧૯) આણંદની કોલેજમાં બીએનો અભ્યાસ કરે છે. તેને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જવાની ઈચ્છા હોવાથી વિઝા કન્સલટન્સીની શોધમાં હતો. જેમાં તે વિદ્યાનગરની લોટસ ઓવરસીસના સંપર્કમાં આવતા ૧ નવેમ્બર ૨૦૨૧ના રોજ લોટસ ઓવરસીસ ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેના માલીક કલ્પેશ હારા સાથે ઓળખ થઇ હતી.

જેમણે ઇન્કવાયરી ફોર્મ ભરાવ્યા બાદ યુનિવર્સિટીની એપ્લીકેશન ફી પેટે રૂ. ૨૨ હજાર ૫૦૦ તથા કન્સલટન્સી ફી પેટે રૂ.૧૦ હજાર તથા બેન્ક બેલેન્સ બતાવવાના ચાર્જ પેટે રૂ.૩૦ હજાર, વિઝા પેટે રૂ. ૧૨ હજાર ૧૬૦ તથા સેવીસ ફી પેટે રૂ.૨૮ હજાર મળી કુલ રૂ.૧,૦૨,૬૬૦ તથા રૂ.૨.૨૨ લાખ યુનિવર્સિટીની કોલેજની ફી ભરવા જણાવ્યું હતું. જાેકે, તે સમયે હિમાંશુ પાસે પુરતા નાણા ન હોવાથી રૂ. ૬૩ હજાર ૫૦૦ ભરી દીધા હતાં. આ સમયે યુનિવર્સિટીની ફીના રૂ.૨.૨૨ લાખ બંધન બેંકના લોટસ ઓવરસીસના ખાતામાં નાંખી દેવા તથા સ્કોલરશીપ અપાવવા ખાતરી આપી હતી. જાેકે, હિમાંશુએ ઓફર લેટર આવ્યા બાદ યુનિવર્સિટીની ફી ભરીશ. તેવું કહ્યું હતું. ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ કલ્પેશે યુનિવર્સિટી ઓફ નોર્થ અમેરિકાનો ઓફર લેટર હિમાંશુને મોકલ્યો હતો. આ ઓફર લેટર યુનિવર્સિટી ખાતે મોકલી ક્રોસ ચેક કરતાં ભાંડો ફુટ્યો હતો. હિમાંશુએ આ બાબતે તપાસ કરતાં કલ્પેશ સામે અગાઉ પણ ગુનો દાખલ થયેલો હતો અને તેની સાથે છેતરપિંડી કરતા હોવાનું જણાયું હતું. આથી, આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કલ્પેશ ખીમજી સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિમાંશુ રૂ.૨.૨૨ લાખ લઇને બંધન બેંક પર પહોંચ્યો હતો. જ્યાં લોટસ ઓવરસીસના ખાતામાં નાણા નાંખવા જતો હતો, તે સમયે બેંક મેનેજરે ધ્યાન દોર્યું હતું કે, તમે લોટસ ઓવરસીસના ખાતામાં પૈસા નાંખતા નહીં અને સીધા યુનિવર્સિટીના ખાતામાં પૈસા નાંખો. આ વિઝા કન્સલટન્સી વાળો ફ્રોડ છે. આથી, હિમાંશુએ પૈસા નાંખ્યા નહતાં. યુનિવર્સિટી ઓફ નોર્થ અમેરિકાનો ઓફર લેટર ખોટો હોવાની ફરિયાદ હિમાંશુએ કરી હતી અને કલ્પેશ પાસેથી ભરેલા નાણાં પરત માંગ્યાં હતાં. જાેકે, પ્રથમ તો તેણે ઓફર લેટર ખોટો હોઇ શકે નહીં, કોઇ ભુલ થઇ હશે. હું યુનિવર્સિટી સાથે વાત કરી લઉં છું. બાદમાં ફરી ફોન કરી સેવીંગ આઈડી નંબર બીજા છોકરાનો ભુલથી લખાઇ ગયો હોવાનું જણાવી હિમાંશું ઇ-મેલ આઈડી માંગ્યું હતું. જાેકે, હિમાંશુએ આપ્યું નહતું અને નાણા પરત માંગ્યાં હતાં. આ સમયે કલ્પેશે તેને ધમકી આપી હતી કે થાય તે કરી લેજે. હિમાંશુ પ્રથમ વખત લોટસ ઓવરસીસ પર ગયો તે સમયે કલ્પેશે પોતાના પરિચયમાં કલ્પેશ હારા તરીકે નામ આપ્યું હતું. જાેકે, બોગસ ઓફર લેટરના પ્રકરણ બાદ તેણે હિમાંશુને કટકે કટકે નાણા ચુકવવા ગુગલ પે કર્યાં હતાં. જેમાં તેનું સાચુ નામ કલ્પેશ ખીમજી સોલંકી (રહે. વિદ્યાનગર) હોવાનું ખુલ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here