વિજાપુરના પિલવાઈમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

લોકલ પોલીસ ઉંઘતી રહીને મહેસાણા એલ.સી.બી.એ રેડ કરી દારૂ ઝડપ્યો

0
46

લોકલ પોલીસની જાણ બહાર આજે વિજાપુરના પિલવાઈ ગામની સીમમાંથી ખેતરમાં સંતાડેલો વિદેશી દારૂના ૩૮ હજારના જથ્થા સાથે એક શખ્સને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છેે. સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને મહેસાણા એલસીબીએ કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

વિજાપુર તાલુકામાં અપ્તાહ અગાઉ ગાંધીનગર સ્ટેસ્ટ મોનીટરીંગ સેલની ટીમે અને જિલ્લા એલસીબી પોલીએ વરલી મટકાના જુગાર રમતા જુગારીને ઝડપી લીધા હતા. જ્યારે ફરી એકવાર વિજાપુર પોલીસની નાક નીચેથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે પિલવાઈમાં રેડ મારી વિહોલ સિદ્ધરાજ સિંહ ઉર્ફ રવિ સુરેશજીના ખેતરમાં સંતાડેલો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.ખેતરમાં તબેલામાં સંતાડેલા ૧૭૩ બોટલ વિદેશી દારૂ અંદાજે કિંમત રૂપિયા ૩૪૪૦૦/- નો મુદ્દામાલ સાથે સિધ્ધરાજ સિંહ ઉર્ફે રવી સુરેશજી વિહોલ રહે,પિલવાઇ મેણાવત વાસ વાળા ને ઝડપી લઈ ને તેમજ ફરાર દારૂનો વેપારી મનુજી વિહોલ ઉર્ફે ઢીંગલી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here