વલસાડ પોલીસના ૨ જવાનોને સસ્પેન્ડ, ખોટી ફરિયાદ કરાઈ હોવાનો આક્ષેપ સિદ્ધ થયો

0
532

પોલીસ દ્વારા સામે ખોટો કેસ કરી દેવાયો હોવાનો આક્ષેપ કરાયો હોય તેવી ઘટનાઓ ગણી વાર સામે આવે છે તેવો જ એક કિસ્સો વલસાડ પોલીસ સામે એક આવી જ ઘટના ની નોંધની કરી છે વલસાડ રૂરલ પોલીસ દ્વારા ગુંદલાવ ખાતેથી એક ચાઈનીઝ હોટલ સંચાલક પાસે હોટલ અંગે પૂછપરછ કરી તેના ટેબલ ઉપરથી છરી ઉપાડી હોટલ સંચાલક રામ શંકર કેવટને કંઈપણ જણાવ્યા વગર પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં જામીન ઉપર છૂટીને હોટેલ સંચાલક વશીયર ચોકી ખાતે જતાં તેના પર જાહેરમાર્ગ પરથી છરી સાથે ઝડપાયો હોવાનો કેસ કરાયો હોવાનું તેને માલૂમ થતાં તે ચોંકી ગયો હતો.

ઘટનાને લઈને સંચાલકે પોતાની રામા ચાઈનીઝ હોટલના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જેમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેના બાદ એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ અને હોટલ સંચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા રૂરલ પોલીસ મથકના એએસઆઈ ચંદુભાઈ સુરપાલભાઈ અને કોન્ટેબલ ખુમાનસિંહ જયસિંહ ખોટી ફરિયાદ કરી હોવાનું સામે આવતા બંને પોલીસ જવાનોને નવો આદેશ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા જિલ્લાના પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તેમજ ફરજ પર બેદરકારી દાખવનાર પોલીસ જવાનોમાં સન્નાટો છવાઈ ગયો હતો. નોંધનીય છે કે સીસીટીવી ફુટેજમાં પોલીસ જવાન હોટલ સંચાલક પાસે હોટલ અંગે પૂછપરછ કરતા હોવાનો અને એક પોલીસ જવાન દ્વારા ટેબલ ઉપરથી છરી ઉપાડી હોટલ સંચાલક રામ શંકર કેવટને પોલીસ મથકે લઈ ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું. જેમાં હોટલ સંચાલકને છરી સાથે ગુંદલાવ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હોવાનો ખોટો કેસ કરવામાં આવ્યો હતો.

આ ખોટો કેસ કરવાનો આક્ષેપ સિદ્ધ થતાં બંને પોલીસ જવાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં એકપણ પોલીસ જવાનને ટાર્ગેટ આપવામાં આવતા નથી. તેમ છતાં પોલીસ જવાન દ્વારા પોતાની કામગીરી સારી દેખાડવા માટે ચાઇઝ હોટલ સંચાલકને ખોટી રીતે કનડગત કરવામાં આવ્યો હોવાનું દેખાઈ આવ્યું હતું. મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ અને સીસીટીવી ફુટેજના પોલીસ જવાનોની ભૂલ સામે આવતા બંને પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ સામે એક યુવક દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

જાહેર રસ્તા પરથી યુવક છરી સાથે ઝડપાયો ન હોવા છતાં પોલીસ દ્વારા તેની સામે ખોટો કેસ કરી દેવાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. જેમાં એસપીએ તપાસ હાથ ધરતા સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે કેસમાં ૨ પોલીસ જવાનોને નવો હુકમ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here